Friday, 1 July 2016

Gujrati story

છેલ્લે સુધી વાંચજો...!
રડવુંના આવે તો સમજવું કે તમારે દિમાગ છે પણ દિલ નથી !!

હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો.. 'સાંભળ્યું ?'
અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.
"આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.
સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ."
સોનલ એમની એકની એક દીકરી હતી..
ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .

હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.
સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી.
એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી,
હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ.

અને કાયમ કહેતા 'બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.'
બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.
લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.
હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું
'બેટા તારા સસરા સાથે મારી વાત થઇ.એમણે કરિયાવરમાં કઈ જ લેવાની નાં કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી .

તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું.તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.'

'ભલે પપ્પા' - સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.
સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી.

ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી..
કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા
'ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,'

"પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ.
પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું.

એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે.
જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !

જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને !!! "
હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી .
"પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?"
હરીશભાઈ ભારે આવાજમાં -"હા બેટા", એટલું જ બોલી શક્યા.
"તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો..

તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો.
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું."
દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ
દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો..

૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ..
સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??
પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,

"ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???"

દોસ્તો દિલથી આ પોસ્ટ ગમી હોય તો એક વિનંતી છે કે આ પોસ્ટને શેર (Share) કરવાનું ભૂલતા નઈ.

English quotes

Reality is that which, when you stop believing in it, doesn't go away.
-Philip K. Dick



A man with outward courage dares to die; a man with inner courage dares to live.
-Lao Tzu, Tao Te Ching





You don't get explanations in real life. You just get moments that are absolutely, utterly, inexplicably odd.
-Neil Gaiman




In the end, it's not going to matter how many breaths you took, but how many moments took your breath away




When life gives you a hundred reasons to cry, show life that you have a thousand reasons to smile.





Suvichar

*फूल कभी दोबारा नहीं खिलते;*
*जन्म कभी दोबारा नहीं मिलते;*
*मिलते है लोग हजारों पर ;*
*हजारों गलतियां माफ़ करने वाले;*
*माँ बाप दोबारा नहीं मिलते।*




 मिठा शहद बनाने वाली
मधुमखी भी
डंक मारने से नही चुकती
इसीलिये होशियार रहे...
बहुत मीठा बोलने वाले भी
*हनी* नही *हानि*
दे सकते है ..






❛જે વ્યક્તિ પોતના જીવન મા ત્યાગ કરી શકે
એ જીવન મા દરેક સફળતા નો હકદાર છે.❜
- સોક્રેટીસ




ક્રોધ માં હોય તો બોલતા પહેલા એક થી દસ ગણો,અને વધારે ક્રોધ માં હો તો સૌ સુધી.





એકાંત માં પણ ગુનો કરતાં બચો કારણ કે તેનો સાક્ષી સ્વયં ભગવાન હોય છે.

Gujarati sayri

બધી તકલીફો નો એક ઈલાજ.. , તકિયા ની જગ્યા એ તારો હાથ...
           



યાદનું બેઠું હશે ચોમાસું દિલમાં,
એની વાંછટ પાંપણે આવી રહી છે....





તું મારા માં ખોવાઇ જાય પછી
હું મને મારા માંથી મળુ છુ.




જાણું છું હું તુ આ કોઈ જ રસ્તા પર નઈ હોય. ...
પણ હું જ્યારે પણ બાર નિકડુ છું તને શોધૂ છું, ક્યાંક કોઈ રસ્તા પર તુ મળી જાય ને મારા નામ ની બૂમ પાડે.❣




કાવડ નહીં, ઊંચકે પ્રેમાળ શબ્દોથી
કાગળ એવો એક શ્રવણ નો જોઈએ
કરે મરણનું મારણ એવા સ્મરણનો
એક માત્ર જાગીરદાર સ્વજન જોઈએ.





મળ્યા વગર પણ
પોતાના લાગવા લાગે છે...
કોણ કહે છે સંબધો માણસ બનાવે છે.




એકાદ એવી સાંજ આવે…
યાદ કરુ ને તે ત્યાંજ આવે…





આંખ ને પાપ કરતા રોકે..
છતાં...
પોતે કહેવાય પાપણ....




ઘાટ થયા સુના હવે... ઉજ્જડ થઇ છે સીમ
બાપ હવે તો વરસી જા... શું કામ કરે તું ઢીલ





તારી સાથે એવી લાગણી મા રહેવા માંગુ
રૂધિર થઈ ને તારી રક્તવાહિની મા વહેવા માગુ..




""ગળે ટૂંપો દીઘેલી લાગણીઓ ની લાશો
યાદોના ગંગાજળ થી સજીવન નથી થતી!!!..""

Hindi sayri

जानते हो मुहब्बत  क्या है ??
किसी को अपनी दुआओं  मे याद रखना♥



जो जागते है रातभर, तुम उनका सवेरा क्या जानो
तुम चाँद हो पूनम का, क्या होती है अमावश तुम क्या जानो




 तुम्हारी खुशियों के ठिकाने बहुत होंगे,
मगर हमारी बेचैनियों की वजह बस तुम हो



ख़याल जिस का था मुझे ख़याल में मिला मुझे
सवाल का जवाब भी सवाल में मिला मुझे




 तुम्हारी खुशियों के ठिकाने बहुत होंगे,
मगर हमारी बेचैनियों की वजह बस तुम हो





बन के शहज़ादा दिल की हुकूमत में रहा...
माँ तेरी गोद में जब तक रहा जन्नत में रहा...





जो चीज़ मेरी है उसे मेरे सिवा कोई और ना देखे,
इंसान भी मोहब्बत में बच्चों की तरह सोचता है.





अब बन कर फ़लक़ज़ाद, दिखाते हैं हमें आँख।
ज़र्रे  वही, कल  जिन  को  उछाला  था  तुझसे मेरा रिश्ता क्या है?
मालूम तो नहीँ ,
मगर तेरे लिए दुआ माँगना, अच्छा लगता है....!!!





कास के वो लोट आये मुझसे ये कहने....$
की तुम कोन होते हो मुझसे बिछड़ने वाले....

"Mariz"

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

Gujrati story

ચીનની વાત છે. એક પતિ-પત્ની એક સાધુ પાસે જાય છે. તે સાધુ નું નામ Thich Nhat Hanh હતું. તેને એકપલ ફરિયાદ કરે છે: “અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, છતાં પ્રેમની એકબીજાની ઉણપ અનુભવીએ છીએ. અમે દુઃખી થઈએ છીએ. એકબીજાને ક્યાંક દુઃખી કરીએ છીએ. શું કરવું?”સાધુ ઉભો થાય છે. ઝુંપડી માંથી એક મુઠી ભરીને મીઠું લાવે છે, અને પાણીનો ગ્લાસ લાવે છે. પાણીનાગ્લાસમાં મીઠું નાખીને આ કપલને પીવા કહે છે. ખારું પાણી પીઈને બંને ગુસ્સે થઇ જાય છે. સાધુ ઝુંપડીમાં જઈને બીજી મુઠી ભરીને મીઠું લાવે છે, અને ઝુંપડીની બાજુમાં પસાર થતા ઝરણાની અંદર નાખીને ત્યાંથી આ બંનેને પાણી પીવા કહે છે. પાણી મીઠું જ હતું. હવે સાધુ કહે છે:“તમે એક ગ્લાસમાં મીઠું નાખીશો તો પાણી તમને ગુસ્સો અપાવે છે, પરંતુ આ ઝરણામાં મીઠું નાખીને પીશો તો હજુ હજારો લોકો એમાંથી પોતાનો ખોરાક રાંધી શકે છે અને પી પણ શકે છે. આ ઝરણું પોતાની અંદર ભવ્યતા જીવે છે. તેની અંદર કશું પણ પામવાની ક્ષમતા છે, એ ભેંટી લે છે દરેક ખારાશને, એ ખારાશને પોતાની અંદર વિલીન કરી દે છે. આપણા હૃદય ખુબ નાના છે, આપણી દયા-કરુણા-પ્રેમ અને એકબીજાને સમજવાની ભવ્યતા જ ખુબ નાની છે. આપણે એકબીજાની ખારાશને ઓગાળી નથી શકતા ત્યારે જ આપણે ખુદ ખારા બની જઈએ છીએ. એકબીજાની નબળાઈઓ અને ખામીઓ આપણે સ્વીકારતા નથી, પરંતુ સામેના માણસને બદલાવવા મથીએ છીએ. પ્રેમમાં ઝંખનાઓ વધી જાય છે, માગણીઓ વધી જાય છે. આપણા હૃદય જયારે આપણે મોટા બનાવીશું,ત્યારે આ બધા ખારા સવાલો આપણને દુખી નહી કરી શકે.આપણે આપણા પાત્રને મોટું બનાવવું પડશે. અને જયારે આપણે આપણો પ્રેમી જેવો છે તેવો જ સ્વીકારીશું ત્યારે જ આપણે એકબીજામાં વિલીન થઇ શકીશું.”પણ પતિ પૂછે છે: “પાત્ર મોટું કઈ રીતે બને? હું જે છું તે છું. મારી પત્નીના પ્રોબ્લેમ મને દુઃખી કરે છે મારા નહી. મારી ખારાશ કરતા તેની ખારાશ દુઃખી કરે છે.”“ઝરણું બનો. તમે ખુદ ઝરણું બનો” સાધુ કહે છે, અને ઝરણામાં ડૂબકી લગાવે છે. અંદર ઉભા રહીને એ બોલી રહ્યો છે:“તમે પત્નીને દોષ એટલે આપો છો કારણકે તમે તમારી જાતને ખુદના દુઃખથી દુર ભગાડવા માંગો છો. માણસનેકારણ જોઈએ છે દુઃખી થવા માટે. જયારે આ ઝરણાની જેમઆપણને આપણી જાત પ્રત્યે પ્રેમ અને દયા હશે, આપણી જાતને સમજતા રહીને વહેતા રહેશું ત્યારે આપણે સાચી રીતે બીજાને પણ પામવા લાગીશું. ઘણીવાર આપણેઅંદરથી ખૂટી જઈએ છીએ, અકારણ અંદરથી ખાલી થઇ જઈએ છીએ, અને પછી આશા રાખીએ છીએ કે આપણી સાથે કશુંક એવું સારું થાય કે જે આપણા ખાલીપાને ભરી આપે અને આપણે ઓછું એકલું-ખાલી અનુભવીએ. આપણી જાતને સમજવાની તરસ ખુબ મોટી હોય છે, અને બીજાનો પ્રેમ મળે તેવી તરસ પણ ખુબ મોટી હોય છે. આ કુદરતી છે, પણઆપણે જયારે એકલું-ખાલી અનુભવીએ છીએ ત્યારે આપણે પ્રેમ મેળવવાની વસ્તુઓ શોધવા બેસીએ છીએ. ક્યારેક આપણી જાતને સમજવાનો જ સમય હોતો નથી અને આપણે બીજા આપણને પ્રેમ કરે અને ખાલીપો દુર કરે તેવી આશાઓ લઈને બેસી જઈએ છીએ. તમને ખબર નથી હોતી શું શોધવું, પણ કઈંક શોધી રહ્યા છો. ખુબ ઊંડે તમે ઈચ્છો છો કે કશુંક સારું પ્રેમભર્યું થાય તમારી સાથે. એ તમારી ભૂલ છે. પ્રેમનો મૂળ તત્વ જ બીજાનેખુશી આપવી છે, ઝંખના કરવી નહી. અને તમારી ખુદ પાસે પ્રેમ ન હોય તો તમે આપી કેમ શકો? તમારી જાતે, આ ઝરણાની જેમ પોતાની પીડાને વિલીન કરતા શીખો. પોતાની ખારાશને વહેડાવી દેતા શીખો. અને પછી ખુશીની પળો સર્જન કરો. એવી ખુશી કે જેમાં બીજાને આપવા માટે પણ કઈંક હોય. જો તમારી પાસે ઝરણા-પણું હશે તો તમે નાસ્તો કરતા હશો, કે કાર ચલાવતા હશો, કે બગીચાને પાણી છાંટતા હશો, તમે વહેતા હશો, અને ખુશ હશો. સાચો સંબંધ એ સમયે બધી સરહદો તોડી નાખશે છતાં ઝરણાની જેમ કિનારા સાથે વહેશે. તું તારી પત્ની બની જઈશ, અને તારી પત્ની તારામાં વિલીન હશે. તારું દુઃખ તેનું હશે, તેનું દુઃખ તારું. દુઃખ પ્રત્યેની તારી સમજણ તારી પત્નીના દુઃખને મટાડી દેશે. દુઃખ અને ખુશી અલગ હશે જ નહી, એકલતા હશે જ નહી. પ્રેમમાં તારા પ્રેમી સાથે જે થશે એ તારી સાથે થશે, અને પછી કોઈ દુરી કે ઝઘડા નહી હોય. એની ખુશી એ જ તારી ખુશી. તારું દુખ એનું દુખ. તું પછી ક્યારેય કહીશ નહી કે– એ તો એનો પ્રોબ્લેમ છે!”“પણ હું તેના દુઃખ-સુખ કઈ રીતે સમજી શકું?” પત્ની એ પૂછ્યું.“પ્રેમ કઈ રીતે કરવો તે જાણ્યા વિના પ્રેમ કરવાથી માણસ પોતાની જાતને દુઃખી કરવાનો છે. કોઈને પ્રેમ કેમ કરવો એ જાણવા માટે તે વ્યક્તિનેસમજવી પડે, સમજવા માટે સાંભળવી પડે. એ જ પ્રેમની કળા છે, અને દુઃખોનું મૂળ પણ. એક ડોક્ટર જેમ દર્દીનો રોગ જાણ્યા વિના સારવાર ન કરી શકે એમ એક વ્યક્તિએ પણ બીજાના દુઃખને સમજવું પડે. જેમ વધુ તમે સમજણ કેળવો, જાણો, તેમ તમારો પ્રેમ પણ વધુ ઉત્પન્ન થાય છે. આ એક જ વાસ્તવની બે બાજુ છે: જેને પ્રેમ કરવો છે તેને સમજવો ખુબ જ જરૂરી છે.”લાસ્ટ કેન્ડી: “Just be with her” હા... સાચો પ્રેમ સામેના માણસને બદલવા શા માટે ઈચ્છે? માત્ર તે વ્યક્તિની સાથે રહેવું એ જ સાચો પ્રેમ. તમે તેને બદલવા જ ન ચાહો. તે જેવી છે તેવી સ્વીકાર છે. એની નબળાઈ સ્વીકાર છે. તેની દરેક ભૂલસ્વીકાર છે. બસ...એ સ્વીકાર પછી જે જન્મે છે તે નશીલું હોય છે. તેમાં ભાર નથી હોતી. તે પ્રેમ બંધન નથી, પરંતુ સ્વતંત્રતા છે. પ્રેમ બંધન ન જ હોય શકે. પ્રેમ છૂટ આપે. એટલે માત્ર તે વ્યક્તિ સાથે રહેવું, અને તેને ટોક-ટોક કરીને બદલવાનો વધુ પ્રયાસ ન કરવો પરંતુ તમારા પાસે એ ખુદ જ બદલવા ચાહે, ખુદને બેટર પર્સન બનાવવા ચાહે..