Sunday, 31 July 2016

#Gujrati Article....


❛શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં

ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.
કોની લાગી રહી છે બીક બિન કારણ તને.
કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?
આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.
ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે
જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે
જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે
બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં
ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?
વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.
શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.
શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,
શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો
ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો
જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.
દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું
તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે
જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.
ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું
ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.
જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું
થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.
બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો
સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.
જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને
જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.
ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે.
પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે
માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.
એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતી
બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.
મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા
ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા
એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.
આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં
અને "તું" છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.
દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી
દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.
કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી "તું" કોણ છું ?
સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને
અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.
પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે
શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.
જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ
જો પછી કેવી સદાને માટે -
આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે.❜

#Gujrati sayari & whatsApp status.....

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 વેદનાઓ ના વાવેતર ના હોય.
સાહેબ.
એ તો માત્ર કડવાં અનુભવ થી જ ઉપજે..

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

ભુલી જા તે પલ ને,
જયાં પ્રેમ માં તુટેલા નું દર્દ મળે છે.
દુનિયા માં ઘણા એવા પણ છે,
જેને પ્રેમ માં તુટ્યા પછી પણ,
પ્રેમ ને સમજે તેવા હમદર્દ પણ મળ્યા છે...

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે .

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

જ્યાર થી તે આંખો નો ચાળો કર્યો છે,
ત્યાર થી
 મનોમન તારા ભાઈ ને સાળો કર્યો છે.

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 કામમાં ઈશ્વરનો સાથ માંગો, પરંતુ ઈશ્વર કામ કરી આપે એવું ના માંગો.

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 પ્રેમ ત્યારેજ કરાય જ્યારે નીભાવતા શીખી જઇએ,મજબુરીઓના સહારે કોઇને છોડવુ એ પ્રેમ નો કેવાય

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

રણમાં વહેતું રહે છે એ ખળખળ; ને તો ય એ કહેવાય છે મૃગજળ.
વીસરી ગયા જે સાવ સરળતાથી; મન મારું યાદ કરે એને પળપળ.

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

ૠષિ વિશ્ર્વામિત્રે જેના જોયા તા સઘળા જોષ તોય સીતાજી એ સંતોષ જીવન માં કદી ન જોયો કાગડા

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 મહેમાનો ને માન મન ભરી દીધા નઈ ઈ મહેલ નહીં પણ મહાણ સાચુ સોરઠીયો


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 નિર્દોષ આંખડીના ઇશારા નથી રહ્યાજીવન અને મરણના સહારા નથી રહ્યાકોઈનો કેવી રીતે ભરોસો કરું ભલામિત્રોય આજકાલ તો મારા નથી રહ્યા.

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 વિચારો કે પાણી થી વિખુટી પડેલ માછલી તડપી તડપી ને મરી જાય છે …
કેમ કે …
ખબર ના હતી એને નજદીકિયા પહેલા આદત ,
પછી જરૂરત અને પછી એ જિંદગી બની જાય છે

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે, પરંતુ સારા માણસ થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 તારી આંખો નાં પ્રેમમાં હું જન્મો જનમ માટે જકડાઈ જાઉં
અરે તું ખાલી પોકે બોલ નાખે અને હું પોકેમોન નીજેમ પકડાઈ જાઉં..


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

છેક દરવાજા સુધી...
      આવીને પૂછી ગઇ કિસ્મત;
જીંદગીથી હારી ગયા કે,
        ફાવી ગઇ આ રમત ?

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓


માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,
થોડું હોય તો ભાવ નડે છે અને બધું હોય તો *સ્વભાવ નડે છે...*


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

હોઠ પર તાળાં હશે તો ચાલશે,
પણ આંખમાં તોફાન હોવું જોઈએ....


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

ધરા વિન ધાન નો નિપજે કુળ વિન માડુ ન હોય જેસલ જખરા નિપજે જેની માં હોથલ પદમણી હોય..

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓


મારા હૈયાની સેલ્ફી એકવાર પાડી તો જુઓ
તમારા દીલના ડી.જે માં મારી પેન્ડ્રાઇવ નાખી તો જુઓ..!


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 *ઘૂંટ્યું તો હતું બહુ
પણ ભૂંસાઈ ગયું,*
*બાળપણ આમ તો
 ચોકથી જ લખાયેલું હતું ને!*.....

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

 આંખો માંથી ખર્યુ આંસુ...
એનો પ્રવાહ જોવું છું...
કોણ આવે છે રોકવા...
એની રાહ જોવું છું...

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓


અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે,
એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે.


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

મૂઠીક સ્વપ્નો હોય તો હું ઉછેરી લઉં,
આ તો કુંવારી આંખમાં અસંખ્ય હોય છે.
આ તો ગઝલ છે એટલે ડૂમો વળી ઠલવાય છે,
બાકી જગતની વેદના અસહ્ય હોય છે.


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓


 કોઈ ગોકુળ વનરાવન કહેજો,
આ કાનુડાના કાળજાની વાત …
વિસરી દઉં એમ ગોકુળ વનરાવન,
એટલો નથી હું કજાત….
કોઈ કેહજો આ વેદનાની વાત


💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓


 દૃષ્ટિ ભલે રાખ તમાશા ન સમજ
રણ માન મગર કોઇને પ્યાસા ન સમજ
બેફામ જગત આખું છે એવી માયા
કે મુક્ત થવું હોય તો માયા ન સમજ.
-બેફામ

💕💕💕💕💓💓💓💓💕💕💕💕💓💓💓

#Gujrati Gazals.....

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું
છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું......
-ખલીલ ધનતેજવી

🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹


અર્થ જુદો, અવાજ જુદો છે
 લાગણીનો રિવાજ જુદો છે

 લોકલાજે ઊભો છું ટોળામાં
 દોસ્ત, મારો સમાજ જુદો છે

 કાલનો એક જે હતો ફોટો
 રંગ એનોય આજ જુદો છે

 ગામનાં ગામ છે વળ્યાં ટોળે
 દુઃખનો કાંટાળો તાજ જુદો છે

 દર્દ સઘળાં લખાય શી રીતે ?
મૌનનો પણ મિજાજ જુદો છે

 હર વખત 'હર્ષ' મન મનાવું છું
 આ વખતનો ઇલાજ જુદો છે
-હર્ષ બ્રહ્મભટ્ટ


🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹



❛રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી,
ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા,
એની સાથે મુલાકાત પહેલી હતી.

આંખમાં એક દરિયો છુપાયો હતો,
પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી,
ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી.

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા,
જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું,
જિંદગી એક પળમાં ઉકેલી હતી.

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ,
પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી,
પીઠથી પીઠ તો પણ અઢેલી હતી.❜
- શોભિત દેસાઇ

🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹


❛નામ... તરહી ગઝલ...

હવે પંખી જો થાશું તો સદાએ નાચતા જઇશું..
અમે બે ચાર પીંછા ડાળને પણ આપતા જઇશું...

અમે આવ્યા હતા શું લૈ.! જવાના પણ હવે શું લૈ..
કરીશું કામ એવું, હાક તમને મારતા જઇશું...

ભરેલા કેટલા છે આંખમાં સમણા અમારીએ..
હવે જો જો તમારી આંખમાં પણ આંજતા જઇશું...

હ્રદયમાં લાગણીઓને ભરીને પણ તમે ચૂપ છો..
સમય આવી ગયો એને અમે નિતરાવતા જઇશું...

બહું સુંદર છે ઇશ્વરના "જગત"ની એ બનાવટ પણ..
તમે પણ જોઇ લેજો એક નામજ જાપતા જઇશું...❜

🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹



નઝમો અને ગઝલોનું તો છે માત્ર બહાનું
બાંધુ છું બધી રીતે જમાનાના પવનને
                    --------
દિલ છે જુદી તરફ અને બુદ્ધિ બીજી ભણી
આ કયાં લઈને ચાલ્યા છે મારા કદમ મને
                     ------------
મને ખંજરની તેજસ્વીતા ગભરાવી નથી શકતી
કે હું જોયા કરું છું જે ચમક છે મારા કાતિલમાં
                    -------------
બાકી રહે જો બાગ તો પાનખર છે કબૂલ
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે
                     ------------
કર્તવ્ય  પ્રેમનું  છે  પ્રતિક્ષા  કરીશ  હું
તમને ન હોય પણ મને કિંમત વચનની છે
                    --------------
શોચી રહ્યો છું કેટલાં વર્ષોથી તારી યાદમાં
નવરાશ જો તને મળે પળભર જરા વિચાર કર
                    -------------
જો બતાવો મને પ્રણયની દવા
હું 'મરીઝ' આપને સલામ કરું

                --મરીઝ--


🌹🌹🌹❤❤❤🌹🌹🌹❤❤❤🌹🌹🌹



Saturday, 30 July 2016

#ENRIQUE IGLESIAS LYRICS


"Wish I Was Your Lover"

You know I got this feeling that I just can't hide

I tried to tell you how I feel
I tried to tell you but I'm weak
Words don't come easily
When you get close I shiver
I watch you when you smile
I watch you when you cry
And I still don't understand
I can't find a way to tell you

I wish I was your lover
I wish that you were mine
Baby I've got this feeling
That I just can't hide

Don't try to run away
There's many things I wanna say
No matter how it ends
Just hold me when I tell you

I wish I was your lover
I wish that you were mine
Baby I got this feeling
That I just can't hide
[2x]

All I need is a miracle
Oh baby all I need is you
All I need is the love you give
Oh baby all I need is you
Baby you

I wish I was your lover
I wish that you were mine
Baby I got this feeling
That I just can't hide [3x]

Just wanna be your lover
Just wanna be the one
Let me be your lover
Let me be the one
Yeah

#Gujrati Article....


❛રાત્રીના અંધકારને ચીરતી એક ટ્રેઇન સડસડાટ પસાર થઇ રહી હતી. બધા મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે એક મુસાફરે સાવ અચાનક ચાલતી ગાડીને ઉભી રાખવા માટે ચેઇન ખેંચી. ગાડી ઉભી રહી ગઇ. રેલ્વેકર્મચારીઓ જે ડબ્બામાંથી ચેઇન ખેંચવામાં આવી હતી તે ડબ્બામાં પહોંચ્યા. એક સામાન્ય પહેરવેશ પહેરેલા માણસે ચેઇન ખેંચી હતી.

રેલ્વે કર્મચારીઓએ આ માણસને ચેઇન ખેંચવાનું કારણ પુછ્યુ. એ માણસે કહ્યુ, “ અહીંયાથી થોડુ આગળ જતા રેલ્વેના પાટાઓ તુટેલા છે એટલે બહુ મોટો અકસ્માત નિવારવા માટે મે ચેઇને ખેંચી છે.” જવાબ સાંભળીને રેલ્વેકર્મચારી સહીત ડબ્બામાં બેઠેલા તમામ લોકોને આ માણની મૂર્ખામી પર હસવું આવ્યુ. આવી કાળીડીબાંગ રાત્રીમાં આ માણસને તુટેલા પાટા ક્યાંથી દેખાયા ? લોકોને લાગ્યુ કે આ કોઇ પાગલ માણસ છે.

રેલ્વેના જવાબદાર અધિકારીએ પુછ્યુ, “ તમે કેવી રીતે કહો છો કે આગળ પાટા તુટેલા છે ? “ પેલા માણસે જવાબ આપતા કહ્યુ, “ હું વ્યવસાયે ઇજનેર છું ગાડીના વ્હીલના પાટા સાથેના ઘર્ષણને કારણે જે અવાજ થાય છે એ અવાજના આધારે હું કહું છું કે આગળ પાટા તુટી ગયેલા છે.” રેલ્વે અધિકારીએ એક કર્મચારીને તપાસ કરવા માટે ટોર્ચ લઇને આગળ મોકલ્યો.

થોડીવારમાં પેલો કર્મચારી તપાસ કરીને આવ્યો એણે રેલ્વે અધિકારીને રીપોર્ટ આપ્યો કે ખરેખર અહીંથી થોડે દુર પાટા તુટેલા જ છે. માત્ર અવાજ ઉપરથી પાટા તુટેલા છે એવુ કહેનાર આ ઇજનેર એટલે ભારતરત્ન એવોર્ડથી સન્માનિત થયેલા વિશ્વના શ્રેષ્ઠ ઇજનેર એમ. વિશ્વેશ્વરૈયા.

જે ક્ષેત્રમાં પડીએ એ ક્ષેત્રને આપણી જાત સમર્પિત કરીને એમાં ઓતપ્રોત થઇ જઇએ તો આપણે દરેક પણ એમ.વિશ્વેશ્વરૈયા જ છીએ.❜
- Shailesh Sagpariya Article

Friday, 29 July 2016

#Gujrati Article....

જીવન આ 32 જડી બુટ્ટી સાથે જીવો

■ કંઇક જાણવા મળ્યું?
〰〰〰〰〰〰〰
1. દરરોજ 10 થી 30 મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

2. દરરોજ ઓછામાં ઓછી 10-30 મિનિટ માટે
એકાંતમાં બેસો.

3. દરરોજ 7 કલાક ઊંધો.

4. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ
મહત્વના ગુણો છે જીવનમાં.

5. નવી રમતો શિખો / રમો ..

6. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

7. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

8. 70 થી વધારે ઉંમરના અને 7 થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો.
દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

9. જાગતાં સપનાં જુઓ.

10 .. પ્લાન્ટ (ફેકટરી) માં બનતી વસ્તુઓ
કરતાં પ્લાન્ટ (છોડ) માં ઊગેલી વસ્તુઓને
ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

11. પુષ્કળ પાણી પીઓ

12. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

13. ચર્ચા / નિંદા / કુથલીમાં સમય ન બગાડો.

14. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ /
પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

15. રાજાની જેમ સવારનો નાસ્તો કરો,
રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને
ભિખારી જેટલું રાત્રે જમો!

16. દરેક દલીલની સામે જીતી શકવાના નથી,
મતભેદ સ્વિકારી લો.

17. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ /
પત્નીની સરખામણી.

18. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

19. દરેકને (બિનશરતી) માફી બક્ષો.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્

20. બીજા લોકો તમારા માટે શું વિચારશે
એવા વિચાર છોડો.
ભગવાન સૌનું ભલું કરશે.

21. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે,
બદલાશે જરૂર.

22. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ
તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે
મિત્રોના સંપર્કમાં રહો.

23. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે
તેવી વસ્તુઓથી દૂર રહો.

24. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

25. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

26. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.



28. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને
સગા વ્હાલાઓને પણ જણાવો.

29. નસીબથી મળી છે જીંદગી તો એને
જીવી જાણો.

30. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.

31. બીજા નું માપ કાઢશો નહિ

32. શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખતા શીખો
〰〰〰〰〰〰〰

#Hindi & Gujrati Gazals....



🌹🌹🌹❤❤❤🌹🌹🌹💖💖💖🌹🌹🌹

હ્રદયમાં તું છે એટલે દરેક ધબકારે સુવાસ છે
તને જીવનનું સમાનાર્થી કહેવાના પ્રયાસ છે
હોય પુનમ આખું જીવન તો પણ શું ફેર પડે
તું નથી તો જીવનની દરેક ક્ષણ અમાસ છે
આંખ ઊઘાડું તો નથી હોતી તારી ઉપસ્થિતિ
આંખ બંધ કરું તો લાગે કે તું આસપાસ છે
તારી યાદ સિવાય એ કશું જ ગ્રહણ ના કરે
મારા આ મનને વર્ષોથી એવો ઉપવાસ છે
બહુ કઠણ નથી રાહ આ જિંદગીની “સંયમ”
આરંભ તું, અંત તું, તારા સુધી જ પ્રવાસ છે
📝અંકિત ગોરસીયા “સંયમ”

🌹🌹🌹❤❤❤🌹🌹🌹💖💖💖🌹🌹🌹


એવું કોઈ સ્વપ્ન આપ કે હું જાગી ના શકું
એવું કોઈ બંધન આપ કે હું ભાગી ના શકું
દર્દ હશે તો તારી દયા રહેશે સદા મારા પર
એવું આપ દર્દ કે ક્યારેય હું ત્યાગી ના શકું
સિતમનો અહેસાસ કરાવવા એવું કર ખુદા
કે તે ચાહે તો પણ તેને હું માંગી ના શકું
મોહબ્બતની હોય કદાચ આ અસર દોસ્તો
કે પહેલા હતો એવો હવે હું લાગી ના શકું
સિતારા ને ગગન સુધી પહોંચી જઈશ પણ
નિશાન એવું ના આપો કે હું તાગી ના શકું
ખુલ્લી આંખે દેખાય છે માત્ર ચહેરો કોઈને
દુઆ માંગજો કે વધુ સમય હું જાગી ના શકું
મળ્યા છે હજારો સંબંધો ઉધાર આ જગમાં
કરજ બાકી છે માટે અહીથી હું ભાગી ના શકું
માન્યું કે ફૂલ છું પણ પાંદડીઓ ધારદાર છે
એવું ના માનજો કે કોઈને હું વાગી ના શકું
હવે સમજાયું હ્રદયને પથ્થર કેમ કર્યું “સંયમ”
કે તેની અંદર તારી છબી હું ભાંગી ના શકુ
- અંકિત ગોરસીયા 'સંયમ'



🌹🌹🌹❤❤❤🌹🌹🌹💖💖💖🌹🌹🌹

📝अंकित गोरसीया
चलो, एक बार मे समज भी जाऊ
पर इस दिल को कौन समजाए
कुछ काम नही है इसे
तुम्हे चौबिसो घंटे याद करने के सिवा
जब भी मे झांकता हुँ जरा सा
तेरे साये से लिपटा हुआ नजर आता है दिल
तुजे खुदा समज बैठा है
मेरे लिए नहि
अब सिर्फ तेरे लिए दुआए करता है
अब लगता है ये दिल भी मेरा नहि रहा
मगर ये दिल मेरा था हि कब
जब से तुजे देखा है
तब से दिल तेरे पास हि तो है
सँभाल के रखा है ना मेरे दिल को?
या किसी कोने मे अकेला छोड दिया?
अगर उसे छोडने का मन भी हो
तो मुजे बता देना
मे दिल को लेने आ जाउंगा
इसी बहाने तुमको फिर देख लुंगा
फिर सोचुंगा
ना जाने लोग कहाँ कहाँ ढुंढते है
खुदा तो मेरे सामने है
फिर मे सोचुंगा “संयम”
दिल सही था जो तुम्हे खुदा माना
मगर दिल वापस लेकर भी क्या करु?
फिर तेरे नाम से धडकेगा
इसके सिवा उसे और काम भी क्या है
-अंकित गोरसीया “संयम”


🌹🌹🌹❤❤❤🌹🌹🌹💖💖💖🌹🌹🌹

 📝 अंकित गोरसीया
तेरे बगैर ही खयालो मे अगर तेरे साथ बात हो
ये तो एसा है, चांद के बिना तारो कि बरात हो
मे तुजे याद करु तो भीग जाए आंखे थोडी सी
पर तु मुजे याद करे तो मेरे शहर मे बरसात हो
कौन कहता है एक हि खुदा से चलती है दुनिया
तेरी निगाहो मे लगे काजल,सारे जहाँ मे रात हो
तु हकिकत मे आए तो भी में तुजे ख्वाब समजु
अगर कभी हो तो एसे भी अपनी मुलाकात हो
एक दफा कह तो दिया जिंदगी हो तुम “अंकित”
जरुरी नहि, सब साबित करने को कागजात हो


🌹🌹🌹❤❤❤🌹🌹🌹💖💖💖🌹🌹🌹


आंखो मे समंदर है और समंदर मे पानी है
मुजे तु डुबने ना दे, ये तो तेरी मनमानी है
अगर तेरी ये ही जिद है,तो मेरी भी सुन ले
इन्ही आंखो मे डुबकर मेने मरने की ठानी है
जब भी मे पुकारु,रेत पर लिखा कुछ दिखाने
लहर बनकर ही तु आती है,ये तो बेईमानी है
पलको पर तुफान सजाकर ये मुस्कुराना तेरा
‘अंकित’ यूँ मारने की तेरी ये आदत पुरानी है
📝अंकित गोरसीया


🌹🌹🌹❤❤❤🌹🌹🌹💖💖💖🌹🌹🌹

📝अंकित गोरसीया
तेरे रंगरुप चुराकर ऐसे लिखी है गझल मैंने
जैसे किसी इम्तिहान मे कि हो नकल मैंने
घमंड हो चला है आंखो को अपने आप पर
देखी है जब से तेरी ये हसीन शकल मैंने
अब तो निगाहो को हथियार घोषित कर दो
इन्ही से होते हुए देखा खुद का कतल मैंने
जिस-जिस भी लफ्ज़ मे तु ना मिली मुजको
उन सबको इकठ्ठा कर दफना दिया कल मैंने
खुद को उनसे मुलायम कह रहा था ‘अंकित’
फिर क्या था, जला दिया सारा मलमल मैंने


🌹🌹🌹❤❤❤🌹🌹🌹💖💖💖🌹🌹🌹