Friday, 23 September 2016

#Gujrati Article....

#Must #Read #Gujarati

❛ગુજરાતી મૂળનો એક છોકરો અભ્યાસ કરવા માટે અમેરીકા ગયો. અમેરીકાની પ્રખ્યાત 'સ્ટેન્ફર્ડ યુનીવર્સિટી'માં એમણે 'ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગ' માં એડમીશન લીધુ. અભ્યાસ પૂર્ણ થાય એ પહેલા જ 1966ની સાલમાં એમના પિતાજીનું અવસાન થયુ આથી અભ્યાસ અધુરો મુકીને જ પિતાજીનો ધંધો સંભાળવા માટે ભારત આવી જવુ પડ્યુ.

પિતાજીનો પારંપારિક ધંધો 'વનસ્પતિ ઘી' ને લગતો હતો. આ છોકરાએ ભવિષ્યને ધ્યાનમાં લઇને આ કૌટુંબિક ધંધામાં પડવાને બદલે એક નવો જ ધંધો ચાલુ કર્યો. જ્યારે એમણે પોતાના સપનાની કંપનીની શરુઆત કરી ત્યારે માત્ર 27 કર્મચારીઓ હતા. નવી કંપનીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ હાર સ્વિકારે તો એ ગુજરાતી ના કહેવાય ?

પિતા તરફથી કામ પ્રત્યેની નિષ્ઠાની સાથે સાથે પ્રામાણિકતા પણ વારસામાં મળી હતી. કંપનીને ટોચ પર લઇ જવી હતી પરંતું પ્રામાણિકતાને ગીરવે મુકીને નહી આથી પોતાના કોઇ કામ કરાવવા માટે ક્યારેય કોઇને લાંચ નહી આપવાનો એણે નિયમ બનાવેલો હતો. નૈતિક મૂલ્યોને આગળ રાખીને પ્રગતિ કરવી શક્ય નથી એવુ માનનારા તમામ લોકોને આ છોકરાએ ખોટા પાડ્યા.

એમણે સ્થાપેલી નાની એવી કંપની આજે વિશ્વના 50 કરતા વધુ દેશોમાં ફેલાઇ ચુકી છે. 28000થી વધુ કર્મચારીઓ ધરાવતી આ કંપનીના માલીકની અંગત મિલ્કત 1,05,000 કરોડ રૂપિયા કરતા પણ વધુ છે અને મુકેશ અંબાણી પછી ભારતના બીજા નંબરના ધનકુબેર છે. આટલી ધનસંપતિ હોવા છતા આ માણસ આજે પણ ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરે છે. 7 સ્ટાર હોટેલમાં રહેવાના બદલે કંપનીના ગેસ્ટહાઉસમાં જ રહે છે અને અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરે છે આટલુ જ નહી 1966માં અધુરો છોડેલો અભ્યાસ એણે 30 વર્ષ બાદ સમય મળતા પુન: શરુ કર્યો અને ઇલેક્ટ્રીકલ એન્જીનિયરની પદવી પણ મેળવી.

આ ગૌરવવંતા ગુજરાતી એટલે 'વિપ્રો' ના સ્થાપક શ્રી અઝીમ પ્રેમજી.

કોઇ ધંધો કે નોકરી કરીએ ત્યારે માત્ર આજનો નહી આવનારા સમયનો પણ વિચાર કરવો અને ઉપાર્જીત કરેલા ધનને વેડફવાને બદલે યોગ્ય રીતે વાપરતા શીખવુ.❜
- Shailesh Sagpariya Article


No comments:

Post a Comment