Wednesday, 3 August 2016

#Gujrati Article....

*#Must #Read #Which #People #To #Help*

❛એકવખત એક બકરી જંગલમાં ફરવા માટે નીકળી. રસ્તામાં એણે સિંહના બચ્ચાઓને જોયા. પ્રથમ તો એ ગભરાઈ ગઈ પણ બચ્ચાંઓ બહુ નાના હતા એટલે એની નજીક ગઈ. બચ્ચાઓ ભૂખના માર્યા તરફડિયા મારતા હતા. બકરી બહુ જ દયાળુ હતી એટલે સિંહના બચ્ચાઓની આવી હાલત એનાથી નહોતી જોઈ શકાતી. બકરીએ સિંહના બચ્ચાંને પોતાનું દૂધ પિવડાવાનું શરુ કર્યું.

થોડીવારમાં સિંહ અને સિંહણ ત્યાં આવી પહોંચ્યા. બકરી તો ધ્રુજવા માંડી. સિંહે જોયું કે ભૂખ્યા બચ્ચાઓને દૂધ પાઈને બચ્ચાઓને જીવતદાન આપ્યું છે એટલે એણે બકરીને કહ્યું,"બહેન, તું ગભરાઈશ નહિ. તે મારા પરિવારને મદદ કરી છે. આજથી તું મારી બહેન છો. હું મારા પ્રાણના ભોગે પણ તારું રક્ષણ કરીશ". બકરી રાજી થતી થતી જતી રહી.

બકરીએ આ બધી વાત ગાયને કરી. ગાય પણ એકદિવસ જંગલમાંથી પસાર થઇ રહી હતી ત્યારે એણે શિયાળનાં બચ્ચાઓને ભૂખથી તડપતા જોયા. ગાયને દયા આવી એણે શિયાળાના બચ્ચાઓને પોતાનું દૂધ પાયું. થોડીવારમાં શિયાળ ત્યાં આવી પહોંચ્યું. ગાયને થયું હમણાં શિયાળ મારો આભાર માનશે. આભાર માનવાની વાત તો એકબાજુ રહી ઉલટાનું ગાય પર હુમલો કરવા લાગ્યું. રાડો પાડીને આજુબાજુથી બીજા શિયાળીયાવને પણ બોલાવ્યા અને ગાયને લોહીલૂહાણ કરી દીધી.

ઘાયલ ગાય લંગડાતી લંગડાતી બકરી પાસે પહોંચી અને બકરીને બધી વાત કરી. બકરીએ ગાયને આશ્વાસન આપ્યું અને કહ્યું,"બહેન, મદદ સિંહ જેવાને કરાય શિયાળીયાવને નહી, કારણકે શિયાળીયાવ અહેસાન ફરામોશ હોય છે. તમારી મદદની ભૂલીને તમારા પર જ વળતો હૂમલો કરે છે.

કાશ્મીરની પ્રજાએ સાબિત કરી દીધું કે એનામાં અને શિયાળીયાવમાં બહુ જાજો ફેર નથી. થોડા સમય પહેલા પુરગ્રસ્ત કાશ્મીરની પ્રજાને ભારતીય સેનાના શૂરવીર સૈનિકોએ જીવના જોખમે બચાવ્યા અને તમામ મદદ કરી હતી. આજે આ બધું  જ ભૂલી જઈને આ જ પ્રજા સૈનિકો પર હુમલા કરી રહી છે.

આ નાની વાર્તા ઘણું કહી જાય છે. મદદ કરવી એ બહુ સારી વાત છે પણ કોને મદદ કરીએ છીએ એ બહુ જ મહત્વનું છે.❜


#Gujrati Gazals....


❛લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.

બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

જો જો તમે કે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.

સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે !

આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.

લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.

એ તો મળી ગયાં હવે સાચવવાં જોઈએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.❜
- મરીઝ


🌹🌹🌹💖💖💖🌹🌹🌹💞💞💞🌹🌹🌹


❛જાય છે એ કાન... તરહી...

આમ સૌની લાગણી જ્યાં સળવળે છે..
મૌન ભીની વેદના ત્યાં ટળવળે છે...*

શ્યામ તારી વાંસળી હું સાંભળું છું..
ગોપ ગોપી જેમ દિલમાં કળ વળે છે...

ગોધુલી ઊડી, બન્યો તું પાંડુરંગી..
જોઇને આંખો અમારી ઝળહળે છે...

આ સમીરે રાસ રમવા દોટ મૂકી..
વૃક્ષમાં વૃંદાવને એ હળહળે છે...

મારવા કુદકો ભલે તૈયાર થ્યો છે..
આજ જમના પણ હવે તો ખળખળે છે...

ગોકુળીયાંની અમે વાતો કરીએ..
ગોધને પણ વાત આખી ચળવળે છે...

જાય છે એ કાન મથુરાના નગરમાં..
આ 'જગત'ની આંખ આજે ઝળઝળે છે...❜
- જગત


🌹🌹🌹💖💖💖🌹🌹🌹💞💞💞🌹🌹🌹


❛કબર... તરહી...

હ્રદયમાં જરૂરી છે ચાહ રાહબરની..
નજરને મળી રાહ આજે નજરની...

ભરેલા હશે જામ એના નયનમાં..
પછી જો મજા કેટલી છે સફરની...

ચડે છે નશો જે અમારી સંગતનો..
થવાની નથી જાણ આવી અસરની...

અમે તો વસ્યા કેટલાયે હ્રદયમાં..
બન્યા મૌન, જાણ ક્યાં એ ખબરની...

કદરદાન જો ને હવે તું અમારા..
તને તો ખબર પણ નથી એ કદરની...

ચડાવી રહી છું હવે તું કુસુમને..
'જગત'ને ભલી ક્યાં ખબર એ કબરની...❜
- જગત



🌹🌹🌹💖💖💖🌹🌹🌹💞💞💞🌹🌹🌹


❛રસ્તો કદી હું સત્ય કેરો ત્યાગતી નથી,
પડકારની પિસ્તોલથી યે ભાગતી નથી.*

બોલું વિચારું જે, કરું સૌને ગમે સદા,
છે ધાર મારી વાતમાં પણ વાગતી નથી.

વિશ્વાસ તો છે શ્વાસ સંબંધો તણો ખરે!
જેને કહું મારા, કદી હું તાગતી નથી.

આવી મળે એ, ભાગ્યમાં જે હોય, ખુદબખુદ,
બે હાથ ફેલાવી કદી હું માગતી નથી.

ધાર્યું મળે, ચાહ્યું જડે, બોલ્યું ફળે અહીં,
એવું સપન છે જિંદગી હું જાગતી નથી.❜
- ધૃતિ ઉપાધ્યાય

🌹🌹🌹💖💖💖🌹🌹🌹💞💞💞🌹🌹🌹


❛હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.

અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.❜
- મનહર મોદી


Tuesday, 2 August 2016

#Hindi Article.....

✏धयान से पढ़ना आँखों में पानी आ जाएगा.अग़र नहीँ पढा तो बेकार है


 बड़े गुस्से से मैं घर से चला आया ..

इतना गुस्सा था की गलती से पापा के ही जूते पहन के निकल गया
मैं आज बस घर छोड़ दूंगा, और तभी लौटूंगा जब बहुत बड़ा आदमी बन जाऊंगा ...

जब मोटर साइकिल नहीं दिलवा सकते थे, तो क्यूँ इंजीनियर बनाने के सपने देखतें है .....
आज मैं पापा का पर्स भी उठा लाया था .... जिसे किसी को हाथ तक न लगाने देते थे ...

मुझे पता है इस पर्स मैं जरुर पैसो के हिसाब की डायरी होगी ....
पता तो चले कितना माल छुपाया है .....
माँ से भी ...

इसीलिए हाथ नहीं लगाने देते किसी को..

जैसे ही मैं कच्चे रास्ते से सड़क पर आया, मुझे लगा जूतों में कुछ चुभ रहा है ....
मैंने जूता निकाल कर देखा .....
मेरी एडी से थोडा सा खून रिस आया था ...
जूते की कोई कील निकली हुयी थी, दर्द तो हुआ पर गुस्सा बहुत था ..

और मुझे जाना ही था घर छोड़कर ...

जैसे ही कुछ दूर चला ....
मुझे पांवो में गिला गिला लगा, सड़क पर पानी बिखरा पड़ा था ....
पाँव उठा के देखा तो जूते का तला टुटा था .....

जैसे तेसे लंगडाकर बस स्टॉप पहुंचा, पता चला एक घंटे तक कोई बस नहीं थी .....

मैंने सोचा क्यों न पर्स की तलाशी ली जाये ....

मैंने पर्स खोला, एक पर्ची दिखाई दी, लिखा था..
लैपटॉप के लिए 40 हजार उधार लिए
पर लैपटॉप तो घर मैं मेरे पास है ?

दूसरा एक मुड़ा हुआ पन्ना देखा, उसमे उनके ऑफिस की किसी हॉबी डे का लिखा था
उन्होंने हॉबी लिखी अच्छे जूते पहनना ......
ओह....अच्छे जुते पहनना ???
पर उनके जुते तो ...........!!!!

माँ पिछले चार महीने से हर पहली को कहती है नए जुते ले लो ...
और वे हर बार कहते "अभी तो 6 महीने जूते और चलेंगे .."
मैं अब समझा कितने चलेंगे

......तीसरी पर्ची ..........
पुराना स्कूटर दीजिये एक्सचेंज में नयी मोटर साइकिल ले जाइये ...
पढ़ते ही दिमाग घूम गया.....
पापा का स्कूटर .............
ओह्ह्ह्ह

मैं घर की और भागा........
अब पांवो में वो कील नही चुभ रही थी ....

मैं घर पहुंचा .....
न पापा थे न स्कूटर ..............
ओह्ह्ह नही
मैं समझ गया कहाँ गए ....

मैं दौड़ा .....
और
एजेंसी पर पहुंचा......
पापा वहीँ थे ...............

मैंने उनको गले से लगा लि या, और आंसुओ से उनका कन्धा भिगो दिया ..

.....नहीं...पापा नहीं........ मुझे नहीं चाहिए मोटर साइकिल...

बस आप नए जुते ले लो और मुझे अब बड़ा आदमी बनना है..

वो भी आपके तरीके से ...।।

"माँ" एक ऐसी बैंक है जहाँ आप हर भावना और दुख जमा कर सकते है...

और

"पापा" एक ऐसा क्रेडिट कार्ड है जिनके पास बैलेंस न होते हुए भी हमारे सपने पूरे करने की कोशिश करते है........Always Love Your Parents💕
.  〰〰〰〰〰〰〰 

#Gujrati Article...

#Must #Read #Different_Human #Different_Think

❛એકદિવસ એક ભાઇ પોતાના યુવાન દિકરાને સાથે લઇને એમની પાસે રહેલો એક ઘોડો વેંચવા માટે શહેર તરફ જઇ રહ્યા હતા. યુવાન દિકરો પગપાળા ચાલી રહ્યો હતો અને એના પિતાજી ઘોડા પર બેઠા હતા.

રસ્તામાં એક ગામ આવ્યુ. ગામના પાદરમાં કેટલાક લોકો બેઠા હતા. આ બાપ દિકરો ત્યાંથી પસાર થયા એટલે એ લોકો બોલ્યા, "આ તે ગજબનો બાપ છે. દિકરાને નીચે ચલાવે છે અને પોતે ઉપર ચડી બેઠો છે." ગામની બહાર નીકળ્યા પછી પિતાએ પુત્રને કહ્યુ, "બેટા લોકો સાચુ કહે છે. મારે ચાલવું જોઇએ. તું ઘોડા ઉપર બેસી જા"

દિકરાની ઇચ્છા ન હતી પણ પિતાના આગ્રહને વશ થઇને એ ઘોડા પર બેઠો અને પિતાએ પગપાળા ચાલવાનું શરૂ કર્યુ. બીજુ ગામ આવ્યુ. ત્યાંના લોકો બોલ્યા, "હળાહળ કળીયુગ આવ્યો છે. યુવાન દિકરો ઘોડા પર બેઠો છે અને બાપને નીચે ચલાવે છે." ગામથી થોડે દુર જઇને દિકરાએ બાપને કહ્યુ, "પિતાજી લોકોની વાત સાચી છે. આપણે એક કામ કરીએ  આપ પણ આવી જાવ આપણે બંને ઘોડા પર બેસીએ જેથી લોકોને ફરીયાદ કરવાની તક ન મળે." હવે બંને ઘોડા પર બેસી ગયા.

ત્રીજુ ગામ આવ્યુ. ત્યાંના લોકો જીવદયાપ્રેમી હશે. બાપ દિકરા પર તુટી જ પડ્યા. "કેવા જંગલી જેવા છે આ બંને. ઘોડાનો બિચારાનો કંઇ વિચાર જ નથી કરતા બંને માથે ચડી બેઠા છે." ત્રીજુ ગામ પસાર કર્યુ અને બાપ દિકરો બંને ઘોડા પરથી નીચે ઉતરી ગયા. હવે લોકોને ફરીયાદ કરવા માટેની કોઇ તક નહોતી.

ચોથું ગામ આવ્યુ. ત્યાંના લોકો આ બાપ-દિકરા પર ખુબ હસ્યા. "બંને મોટા મુરખાઓ છે સાથે ઘોડા જેવુ વાહન છે અને છતા બંને ચાલતા-ચાલતા જાય છે. સુવિધા છે પણ ઉપયોગ કરતા આવડતો જ નથી"  ગામમાંથી બહાર નીકળીને  દિકરાએ કહ્યુ, "પિતાજી આપણે આપણી રીતે જેમ છીએ એમ બરોબર છીએ આ ગામવાળાનું સાંભળવા જઇશું તો જીવી નહી શકીએ. પહેલાની જેમ આપ બેસો અને હું નીચે ચાલુ છું, લોકોને ભલે જે બોલવું હોય તે બોલે."

મિત્રો, બીજા લોકો મારા વિષે શું કહેશે ? એ વિચારમાં જ આપણે આપણા જીવનનો આનંદ લઇ શકતા નથી. આપણે જે કંઇ પણ કરીએ છીએ એના માટે દુનિયાના પ્રમાણપત્રો મેળવવાની બહું જરુર નથી. પોતાની ઇચ્છા પ્રમાણેનું સમાજને નુકસાન ન કરે એવુ વિવેકપૂર્ણ જીવન જીવવું.❜
- Shailesh Sagpariya Article

Monday, 1 August 2016

#Gujrati Article....

#Must #Read #Future #Help #Inspiration

❛સમય કાઢીને પણ આ વાત ખાસ વાંચજો અને બીજા મિત્રોને શેર કરજો.

કોઇ કામ માટે ગામડેથી રાજકોટમાં આવેલા એક પટેલ પ્રૌઢ એમના સંબંધી સાથે ફરવા માટે બહાર ગયા. ત્યાં ગામડાના આ પટેલ બાપાનો પરિચય એની જ ઉંમરના એક વણિક સાથે થયો. બંને વડીલો વાતે વળગ્યા.

વણિક : શું ચાલે છે બાપા ? મજામાંને ?

પટેલ : હા હો મજામાં. ભગવાનની બહુ દયા છે ગામડે ખેતીવાડી કરીએ અને મજા કરીએ.

વણિક : ગામડે કોણ કોણ રહો છો? પટેલ : અરે અમે તો ડોશી-ભાભો બે જ છીએ. બે દિકરા છે અને બંને સુરત રહે છે.

વણિક : તમને કોઇ બિમારી-બિમારી આવે કે તકલીફ પડે તો પછી દિકરા-વહુ સુરતથી આવે કે નહી?

પટેલ : આડા દિવસે તો ન આવી શકે પણ દિવાળીની રજા પડે ત્યારે થોડા દિવસ આવે.

વણિક : જ્યારે વહુ અને દિકરાઓ દિવાળી પર ઘરે આવે ત્યારે તમે કંઇ ભેટ આપો કે નહી ?

પટેલ : હા, આપુને. બંને વહુને પગે લાગવાના 100-100 રૂપિયા આપુ.

વણિક : અરે બાપા, 100-100 આપો તો પછી તમારી બીમારી વખતે સુરતથી અહીંયા કોઇ લાંબુ ન થાય ! એ તો 10000નો ડટ્ટો દેવો પડે.

પટેલ : પણ હું આટલી બધી રકમ ક્યાંથી આપુ ? મારે થોડી કંઇ ફેકટરીઓ ચાલે છે ? ખેતર છે એ પણ દિકરાઓને ભાગ પાડી દીધા છે અને દિકરાઓ જ્યારે દિવાળી પર આવે ત્યારે અમને ખોરાકીના આપી જાય છે એમાંથી માંડ ઘર ચાલે તો પછી 10000નો ડટ્ટો ક્યાંથી આપીએ ?

વણિક : કેમ, તમે કંઇ બચત નથી કરી ?

પટેલ : ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.

વણિક : પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ?

પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય.

વણિક : બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે  નહી મારા નાણાકિય આયોજનના કારણે.

પટેલ : લે એ કેવી રીતે ?

વણિક : જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરી સ્વિકારત કે નહી ? મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવાની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહી. પોસ્ટઓફિસમાં રકમ ભરીને પછી ભુલી જ જવાનુ કે મારી કોઇ રકમ પોસ્ટ ઓફિસમાં છે.

પટેલ : પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે ?

વણિક : મારા ભાઇ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે. મેં મહીને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઇ. મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 75 લાખ રૂપિયા છે. આ 75 લાખનું મને દર મહીને 60000 વ્યાજ મળે છે જેમાંથી 30000 મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું પોસ્ટમાં ખાતુ ખોલાવીને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000 દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે.

પટેલ : ઓહો....આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા દિકરાની વહુ હથેળીમાં જ રાખે ને. પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે ?

વણિક : વહુ પાસે માંગવાની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17000 પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000 ઉપાડીને મારા પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ. પેન્શનમાંથી બાકીના જે 15000 વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું એફડી કરાવેલ હોવાથી જમાઇ પણ એ રૂપિયા  તાત્કાલીક વાપરી ન શકે.

પટેલ : વાહ , તમારુ કહેવું પડે હો. તમે પાક્કા વાણીયા છો. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ આ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા ન રહેવુ પડે એટલુ પાક્કુ.

મિત્રો, આજથી જ બચત કરવાનો અને લાંબાગાળાની બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ. હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવુ કે કરેલી બચતનું રોકાણ યોગ્ય જગ્યાએ થાય.❜
- Shailesh Sagpariya Article


#Hindi Sayari & WhatsApp Status....

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

हो लगन दिल में तो मंजिल का पता मिलता है,
ढूंढने वाले को पत्थर में भी खुदा मिलता है !!

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 मुस्कुराने से भी होता है
ग़में-दिल बयां,
मुझे रोने की आदत हो
ये ज़रूरी तो नहीं....

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

मोहब्बत की तलाश मैं निकले हो तुम
अरे ओ पागल…
मोहब्बत खुद तलाश करती है…
जिसे बर्बाद करना हो|


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗

लोगों ने कुछ दिया तो सुनाया भी बहुत कुछ
ऐ खुदा.
एक तेरा दर हैं जहाँ कभी ताना नही मिला.

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

छुपे‬ छुपे से रहते हैं‪ ‎सरे आम‬ नहीं हुआ‪ ‎करते‬.....!‪
कुछ‬‪ रिश्ते‬ बस‪ ‎एहसास‬ होते हैं उनके‪ नाम‬ नहीं हुआ करते.....!!

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 जन्नत मैं सब कुछ हैं मगर मौत नहीं हैं .. धार्मिक किताबों मैं सब कुछ हैं मगर झूट नहीं हैं दुनिया मैं सब कुछ हैं लेकिन सुकून नहीं हैं इंसान मैं सब कुछ हैं मगर सब्र नहीं हैं

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

जी रहा हूँ तेरी शर्तों के मुताबिक़ ए जिन्दगी,
एक दौर मेरी फरमाईशों का भी आएगा।

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

जिस रोज तेरे चाहने वालो को तू बेहद बुरी लगेगी. . 
उस दिन भी तू हमे बेहद खूबसूरत लगेगी !


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 जन्नत मैं सब कुछ हैं मगर मौत नहीं हैं .. धार्मिक किताबों मैं सब कुछ हैं मगर झूट नहीं हैं दुनिया मैं सब कुछ हैं लेकिन सुकून नहीं हैं इंसान मैं सब कुछ हैं मगर सब्र नहीं हैं

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 एक बार दीदार कर लो मेरा मेरे चेहरे से कफ़न हटा कर,
वो आँखे बंद हो गयी है जिन्हे तुम रुलाया करते थे !!

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 बहुत हुआ अब कोई गम सताएगा नही,
रख दिया है दिल को हमने समेट कर।।


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 मुकाम वो चाहिए की जिस दिन भी हारु ,
उस दिन जीतने वाले से ज्यादा मेंरे चर्चे हो

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 हालात ने तोड़ दिया हमें कच्चे धागे की तरह..
वरना वादे तो हमारे भी कभी ज़ंजीर हुआ करते


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗

ना तसवीर है तुम्हारी जो दीदार किया जाये;
ना तुम हो पास जो प्यार किया जाये;
ये कौन सा दर्द दिया है तुमने ऐ सनम;
ना कुछ कहा जाये, ना तुम बिन रहा जाये।


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 कब तक आँख में कचरा चले जाने का बहाना बनाता रहूँ ,
लो आज सरे आम कहता हूँ की मैं तुझे याद करके रोता हूँ !!

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 पाना है जो मुकाम वो अभी बाकि है,
अभी तो आये है जमी पर, आसमां की उड़ान अभी बाकि है.
अभी तो सुना है सिर्फ लोगो ने मेरा नाम,
इस नाम की पहचान बनाना अभी बाकि है.


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 होठों की हंसी को मत समझ हकीकत-ए-जिन्दगी,
दिल में उतर के देख कितने उदास है हम तेरे बिना !!

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

रोते रहे तुम भी, रोते रहे हम भी;
कहते रहे तुम भी और कहते रहे हम भी;
ना जाने इस ज़माने को हमारे इश्क़ से क्या नाराज़गी थी;
बस समझाते रहे तुम भी और समझाते रहे हम भी।

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 वो दिल ही क्या जो वफा ना करे,,,,,
तुजे भुल कर जिए कभी खुदा ना करे,,,
रहेगी तेरी महोब्बत जिंदगी बन कर,,,
वो बात और है ,,,
अगर जिंदगी वफा ना करे

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

मिलते नही हम...
पर मुलाकात रोज़ होती है ..
बोलते हैं कम...पर बातें हज़ार होती हैं....


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 जिंदा हूं पर जिंदगी से दूर हूं मैं,,
आज क्यूं इस कदर मजबूर हूं मैं,,
बिना जुर्म के ही सजा मिलती है मुझे,,
किससे कहूं आखिर बेकसूर हूं मैं..!

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞


कभी कभी अकेले में सोचता हूँ मैं...
कितनी खुशनसीब होगी वो,
जिसका मैं दुल्हा बनूँगा.....


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

मंज़िल भी नहीं…ठिकाना भी नही…
वापस उनके पास जाना भी नहीं…
मैंने ही सिखाया था उन्हें तीर चलाना और
 अब मेरे सिवा उनका कोई निशाना भी नहीं…


💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

 बड़ी मुद्दत से चाहा है तुझे! बड़ी दुआओं से पाया है तुझे! तुझे भुलाने की सोचूं भी तो कैसे! किस्मत की लकीरों से चुराया है

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

इन बादलों का मिजाज मेरे
करीबियों से बहुत मिलता है।
कभी टूट के बरसते हैं कभी
बेरुखी से गुज़र जाते हैं।

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞


 ईतनी मोहोब्बत तो हमने बना ली है उसके दिल मे,
कि अब उसका WhatsApp Status हमेशा मेरी हरकतो से बदलता है।

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

रूठा अगर तुझसे तो इस अंदाज से रूठूंगा,
तेरे शहर की मिट्टी भी मेरे बजूद को तरसेगी

💗💞💗💞💗💗💞💗💞💗💞💗💞💗💞

#Gujrati Gazals....

🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹
🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹


❛માનવતા ઝીલી રહી છે ઉઝરડા એક પછી એક,
નેસ્તોનાબુદ કરવા રહ્યાં ઉકરડા એક પછી એક.

ગોળીએ દેવા પડશે આપણે હવે વહેલામાં વહેલા,
આતંકીઓ પેદા કરે તેવા ખરડા એક પછી એક.

દરેક ઘરમાં વસાવવા પડશે ભૂલ્યા વગર આપણે,
કાંતે સારા સંસ્કાર, તેવા ચરખા એક પછી એક.

હશે માનવાધિકાર સાચે જ દરેક સજીવને જ્યારે,
નવા જન્મ પામશે બધાય ઉમળકા એક પછી એક.

માનવી જાણે માનવીને ખરેખર માનવી 'અખ્તર',
લાવવી પડશે વર્તનમાં તે સુઘડતા એક પછી એક.❜
- અખ્તર



🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹
🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹



❛આપ અમારા...તરહી...

આ એજ છે ગઝલ કે જેમાં છે પ્રાસ મારા..
આ એજ છે હવા કે જેમાં છે શ્વાસ મારા...

છે તો ઘણા અમારા આ વિશ્વની જમાતે..
પણ તોય આપ એ સૌમા આમ ખાસ મારા...

ઉગશે ખરો જીવન કેરો બાગ પણ હવે તો..
પાડી ગયા જીવનમા આવી એ ચાસ મારા...

ખીલી વસંત આજે મ્હેકી ગયું છે ઉપવન.
ભાગ્યે હવે લખાવાનું છે એ પ્રભાસ મારા...

ફાડી હ્રદય બતાવે જે રામ, હોય મારુતિ..
જો છે ઘણા "જગત"માં એવાય દાસ મારા...❜



🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹
🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹


❛હું કોણ...??

લાગણીઓ લઇ પ્રેમનો ભર્યો છે દરબાર અમે..
અહેસાસોની ઓથમાં જોયા છે નિરાકાર અમે...

મન મંદિરમાં મનગમતો આપ્યો છે આકાર અમે..
બંધ આંખોમાં જ કરીએ છીએ સાક્ષાત્કાર અમે...

કરતા રહ્યાં છો અભિષેક મુખમાં લગાતાર તમે..
જેલ્યા છે તમારા ભરોસે કેટલાય પડકાર અમે...

હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે..
વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે...

સિંહને મોઢું ખોલવાનું કહી ગણિત ગણનાર અમે..
પત્થરે પાટુ મારી પેદા કરીએ એવા પાણીદાર અમે...

અટવાયા આજે ભોગવાદ ને ભ્રાંતવાદમાં અમે..
ચમત્કાર જોઇ દંડવત પડી કરતા નમસ્કાર અમે...

જીવ "જગત" જગદીશ સમજાવો ગીતાકાર તમે..
તમારોજ અંશ બની અવતરેલા અવતાર અમે...❜



🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹
🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹



❛Friendship ની આશા હતી,
ધારી નિરાશા નહોતી,
બસ વાત એક સાચી હતી,
તું કદાચ રાજી નહોતી.

અહેસાસોના અંતરોની આટી હતી,
અનુભવી એવી લાગણી નહોતી,
માત્ર આજ એક ખામી હતી,
તું કદાચ રાજી નહોતી.

વાત માત્ર આટલી જ હતી,
બસ સમજવા રાજી નહોતી,
કહે અંતરની વાત "ચિરાગ",
તું કદાચ રાજી નહોતી.❜
- C.C.K. (Patanvav)



🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹
🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹




❛હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.

અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.❜
- મનહર મોદી


🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹
🌹🌹🌹💖💖💖🌹🌹🌹❤❤❤🌹🌹🌹