Tuesday 2 August 2016

#Gujrati Article...

#Must #Read #Different_Human #Different_Think

❛એકદિવસ એક ભાઇ પોતાના યુવાન દિકરાને સાથે લઇને એમની પાસે રહેલો એક ઘોડો વેંચવા માટે શહેર તરફ જઇ રહ્યા હતા. યુવાન દિકરો પગપાળા ચાલી રહ્યો હતો અને એના પિતાજી ઘોડા પર બેઠા હતા.

રસ્તામાં એક ગામ આવ્યુ. ગામના પાદરમાં કેટલાક લોકો બેઠા હતા. આ બાપ દિકરો ત્યાંથી પસાર થયા એટલે એ લોકો બોલ્યા, "આ તે ગજબનો બાપ છે. દિકરાને નીચે ચલાવે છે અને પોતે ઉપર ચડી બેઠો છે." ગામની બહાર નીકળ્યા પછી પિતાએ પુત્રને કહ્યુ, "બેટા લોકો સાચુ કહે છે. મારે ચાલવું જોઇએ. તું ઘોડા ઉપર બેસી જા"

દિકરાની ઇચ્છા ન હતી પણ પિતાના આગ્રહને વશ થઇને એ ઘોડા પર બેઠો અને પિતાએ પગપાળા ચાલવાનું શરૂ કર્યુ. બીજુ ગામ આવ્યુ. ત્યાંના લોકો બોલ્યા, "હળાહળ કળીયુગ આવ્યો છે. યુવાન દિકરો ઘોડા પર બેઠો છે અને બાપને નીચે ચલાવે છે." ગામથી થોડે દુર જઇને દિકરાએ બાપને કહ્યુ, "પિતાજી લોકોની વાત સાચી છે. આપણે એક કામ કરીએ  આપ પણ આવી જાવ આપણે બંને ઘોડા પર બેસીએ જેથી લોકોને ફરીયાદ કરવાની તક ન મળે." હવે બંને ઘોડા પર બેસી ગયા.

ત્રીજુ ગામ આવ્યુ. ત્યાંના લોકો જીવદયાપ્રેમી હશે. બાપ દિકરા પર તુટી જ પડ્યા. "કેવા જંગલી જેવા છે આ બંને. ઘોડાનો બિચારાનો કંઇ વિચાર જ નથી કરતા બંને માથે ચડી બેઠા છે." ત્રીજુ ગામ પસાર કર્યુ અને બાપ દિકરો બંને ઘોડા પરથી નીચે ઉતરી ગયા. હવે લોકોને ફરીયાદ કરવા માટેની કોઇ તક નહોતી.

ચોથું ગામ આવ્યુ. ત્યાંના લોકો આ બાપ-દિકરા પર ખુબ હસ્યા. "બંને મોટા મુરખાઓ છે સાથે ઘોડા જેવુ વાહન છે અને છતા બંને ચાલતા-ચાલતા જાય છે. સુવિધા છે પણ ઉપયોગ કરતા આવડતો જ નથી"  ગામમાંથી બહાર નીકળીને  દિકરાએ કહ્યુ, "પિતાજી આપણે આપણી રીતે જેમ છીએ એમ બરોબર છીએ આ ગામવાળાનું સાંભળવા જઇશું તો જીવી નહી શકીએ. પહેલાની જેમ આપ બેસો અને હું નીચે ચાલુ છું, લોકોને ભલે જે બોલવું હોય તે બોલે."

મિત્રો, બીજા લોકો મારા વિષે શું કહેશે ? એ વિચારમાં જ આપણે આપણા જીવનનો આનંદ લઇ શકતા નથી. આપણે જે કંઇ પણ કરીએ છીએ એના માટે દુનિયાના પ્રમાણપત્રો મેળવવાની બહું જરુર નથી. પોતાની ઇચ્છા પ્રમાણેનું સમાજને નુકસાન ન કરે એવુ વિવેકપૂર્ણ જીવન જીવવું.❜
- Shailesh Sagpariya Article

1 comment:

  1. Coin Casino Review 2021 | Bonus Codes | Bonuses
    An extensive look at Coin Casino's wide range of online 메리트 카지노 쿠폰 casino games including jackpot 인카지노 games, 메리트 카지노 free spins, and generous no deposit bonuses. Read the full review here!

    ReplyDelete