Friday 5 August 2016

#Gujrati Article...


❛ઇ.સ. 1761માં અહેમદશાહ દુરાનીએ અફઘાની સેના સાથે દિલ્લી પર આક્રમણ કર્યુ. બીજી તરફ આ અફઘાની સેનાનો સામનો કરવા માટે મરાઠાસેના પણ તૈયાર હતી જેના સેનાપતિ સદાશિવભાઉ પેશવા હતા. પાણીપતના મેદાનમાં બંને સેના એકબીજા પર આક્રમણ કરવા માટે પુરી રીતે તૈયાર હતી અને યોગ્ય તકની રહ જોઇ રહી હતી.

અહેમદશાહે એક ઉંચી ટેકરી પરથી જોયુ તો દુર રહેલી મરાઠા સેનાની છાવણી માંથી ચારે તરફ ધુમાડાઓ દેખાયા આ માટેનું કારણ જાણ્યુ તો ખબર પડી કે હિન્દુઓ સાથે બેસીને ભોજન નથી કરતા એટલે બધા પોતપોતાનું અલગ ભોજન બનાવી રહ્યા છે. અહેમદશાહે પોતાની સેનાને સાબદી થવા આદેશ આપ્યો અને કહ્યુ કે આ જ શ્રેષ્ઠ સમય છે આક્રમણ કરવા માટેનો.

અફઘાની સેનાએ એ જ ક્ષણે મરાઠા સેના પર આક્રમણ કર્યુ અને મરાઠા સેના અચાનક થયેલા હલ્લાનો યોગ્ય મુકાબલો ન કરી શકી પુરી તાકાતથી લડવા છતા મરાઠા સેનાનો પાણીપતના આ ત્રીજા યુધ્ધમાં પરાજય થયો.

અફઘાનીઓએ ભારતીય સૈનિકોને બંદી બનાવીને તેઓને નિર્દયતા પૂર્વક મારવાનું શરુ કર્યુ. આ બંદીવાનોમાં ઇબ્રાહિમખાન ગારડી નામના એક મુસલમાન સરદાર પણ હતો. ઇબ્રાહિમ ખાન 10000 મરાઠા સૈનિકોના સરદાર હતા. એને પણ પકડીને અહેમદશાહ સામે લાવવામાં આવ્યા. અહેમદશાહે ઇબ્રાહિમખાનને લાલચ આપતા કહ્યુ કે 'તું મારી સેનામાં જોડાઇ જા આપણે સાથે મળીને હિન્દુસ્તાનને લુંટીએ અને હિન્દુસ્તાનીઓ પર રાજ કરીએ.'

ઇબ્રાહિમખાન સાચો મુસલમાન હતો. એણે અહેમદશાહ દુરાનીને જડબાતોડ જવાબ આપતા કહ્યુ , "તમે પણ મુસલમાન છો અને હું પણ મુસલમાન છું એટલે તમે ધર્મના નામે મને તમારો માણસ બનાવવા માંગો છો. હું ઇસ્લામના સિધ્ધાંતો મુજબ મારુ જીવન જીવું છું. હિન્દુસ્તાનના અન્ન-જળથી મારુ પાલન પોષણ થયુ છે. હું મારી માતૃભૂમિ અને અહીંના રહેવાસીઓ સાથે કદાપી વિશ્વાસઘાત ન કરી શકું. ભલે મારે હિન્દુસ્તાન માટે હજાર વાર મરવું પડે હું તે માટે તૈયાર છુ. અને આપ એટલુ સ્પષ્ટ જાણીલો કે મને હિન્દુસ્તાન મારા પ્રાણ કરતા પણ વધુ પ્રિય છે." હજુ ઇબ્રાહિમખાન આગળ કંઇ બોલે એ પહેલા જ એના શરિરના ટુકડા કરી નાખવામાં આવ્યા.

કાશ.....મારા હિન્દુસ્તાનમાં ઇબ્રાહિમખાન જેવા લઘુમતિઓની બહુમતી થઇ જાય!!!

આમિન❜
- Shailesh Sagpariya Article

No comments:

Post a Comment