Thursday, 30 June 2016

Gazal

રોજ રણ વચ્ચે કમળ શોધી રહ્યો છું
હું સુરક્ષિત એક સ્થળ શોધી રહ્યો છું

શત્રુઓના બળ ઉપર છે પુર્ણ શ્રધ્ધા
આશરો એથી સબળ શોધી રહ્યો છું

જેમાં ઘમરોળાય મારી સર્વ ચિંતા
છેકથી એવું વમળ શોધી રહ્યો છું

ટોચ પર તું ક્યા મને શોધી રહ્યો છે
દોસ્ત હું તો મારું તળ શોધી રહ્યો છું

કેટલો છું મુર્ખ હું નારાજ કે આ
વાઝીયાં આબાંમાં ફળ શોધી રહ્યો છું

-ચન્દ્રેશ મકવાણા

No comments:

Post a Comment