Must read article by
Dr. Hansal Bhachech ....
હમણાં થોડા દિવસ પહેલાં સુરતની તાજ હોટલમાં રોકાવાનું થયું. તેમાં લંચ અને ડીનર લેતી વખતે એક વાત ઉડીને આંખે વળગે તેવી હતી. અડધો અડધ ટેબલ્સ પર પાશ્ચાત્ય વિદેશીઓ, બાકીના ટેબલ્સ પર આપણા સ્વદેશીઓ અને લાઇવ મ્યુઝિક. ખોરાક માણવાની મઝા આવે તેવું સો ટચનું વાતાવરણ, એમાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે આપણા લોકોનું એક પણ ટેબલ એવું નહતું કે જેમાં એક કે તેથી વધુ વ્યક્તિઓ તેમના મોબાઇલમાં વ્યસ્ત ન હોય. કો'ક સામેવાળાને તેના મોબાઇલ સાથે મૂકીને પોતે ફોન પર લટકેલું. કો'ક મફત વાઇફાઇનો લાભ લેવામાં વ્યસ્ત, વળી કેટલાક લાઇવ મ્યુઝીક વગાડનાર બેન્ડ બેકગ્રાઉન્ડમાં આવે તે રીતે સેલ્ફી એડજેસ્ટ કરવાની મથામણમાં, તો અમુક પોતાની ડીશમાં લીધેલી વાનગીઓનો ફોટો પાડવામાં અટવાયેલા અને કેટલાક મોબાઇલ ઉપર ગેમ રમવામાં - એ પણ સાઉન્ડ ઓન સાથે ! જ્યારે એક પણ વિદેશી એવો જોવા ન મળ્યો કે જે તેના ફોનમાં વ્યસ્ત હોવાની તો વાત જવા દો એનો મોબાઇલ પણ ટેબલ પર હોય ! આપણે તો ગુ્રપમાં હતા પણ વિદેશીઓ પૈકી ઘણા તો એકલા હતા અને તેમ છતાં'ય મોબાઇલ સાથે નહતા ! જ્યાં બે હતાં ત્યાં બંને એકબીજા સાથેની વાતોમાં મશગૂલ હતા અને જે એકલા હતા તે ત્યાંનું વાતાવરણ અને પોતાની પ્લેટની વાનગીઓ માણવામાં ઓતપ્રોત હતા. આમ તો આ વાતની નોંધ મારા મગજે વિદેશ પ્રવાસો દરમ્યાન અનેક વખત લીધેલી છે પરંતુ આ વખતે એ નોંધ તુલનાત્મક થઈ કારણ કે વિદેશીઓ અને સ્વદેશીઓ બાજુ બાજુમાં હતા. તરત સરખામણી થઈ શકે એમ હતી.
સુરતથી અમદાવાદ પાછા આવતા મગજમાં લંચ, ડીનર બંને સમયે નોંધેલી આ વાત ઘુમરાતી રહી. આપણે કૈંક વધારે પડતા મોબાઇલથી જોડાઈ ગયા છીએ. મેં આ જ કોલમમાં એકવાર લખ્યું હતું કે, આપણે ભારતીયો એવી રીતે વર્તી રહ્યા છીએ કે જાણે મોબાઇલ આપણા શરીરનું એક એક્ષ્ટેન્શન હોય. જ્યાં જઈએ ત્યાં એ આપણા શરીર સાથે જોડાયેલો જ હોય. રાત્રે સૂઈ જઈએ ત્યારે પણ હાથવગો અને સવારે ઉઠતાં જ પ્રભાતે કરદર્શનમ્ !ની જગ્યાએ ઉઠતાવેંત મોબાઇલ દર્શનમ્ !! હવે તો ચાર્જિંગમાં ય મોબાઇલ દૂર મૂકવાને બદલે પાવરબેંક સાથે હાથમાં જ. મે કોઈ વિદેશીને મોબાઇલ હાથમાં રાખીને ફરતા નથી જોયા સિવાય કે એ ફોન ઉપર વાત કરતા હોય. મારી પાસે કન્સલ્ટેશન માટે આવતા કોઈ વિદેશીએ મારા ટેબલ ઉપર મોબાઇલ ફોન મૂક્યો હોય તેવું મેં જોયું નથી. જ્યારે આપણા લોકોના હાથમાં બબ્બે મોબાઇલ હોય અને આવતાની સાથે એ ટેબલ ઉપર પાર્ક થાય ! કોઈ પણ વ્યક્તિ એકલી બેઠી હોય તો મોટા ભાગે મોબાઇલ પર જ વ્યસ્ત હોય અને ગુ્રપમાં પણ હોય તો વારેવારે મોબાઇલ સ્ક્રીન તો તપાસતી જ હોય !
મઝાની વાત એ છે કે આપણે આટલા લટકેલા રહીને કરીએ છીએ શું ? ફાલતું ફોરવર્ડ વાંચીએ, અને વાંચ્યું- નાવાંચ્યું અને આગળ ધકેલીએ, ઘણીવાર તો એટલા બેધ્યાન કે ફોરવર્ડની નીચે જ એ ફોરવર્ડ, યંત્રવત્ ગુડમોર્નિંગ- ગુડનાઇટ એક જણ વિશ કરે એટલે પાછળ લાઇન. અર્થ વગરની ચર્ચાઓ, પોતપોતાના ગુણગાન વગેરે સાવ ટાઇમપાસ ચાલતું રહે અને આપણો સમય ખર્ચાતો રહે. સાવ સાચી વાત તો એ છે કે મોબાઇલ વાપરતી વખતે મોટાભાગની વ્યક્તિઓના મગજ 'ઓટો પાયલોટ' મોડ પર ચાલે છે વિમાન નિશ્ચિત ઉંચાઈએ પહોંચ્યા પછી 'પાયલોટનું સંચાલન ઓછું અને ઓટો પાયલોટ મોડનું ' સ્વયં સંચાલન યંત્રવત ચાલે છે એમ મોબાઇલ ઉપર બુદ્ધિ ઓછી અને યંત્રવતતા વધુ ચાલે છે. એક હાસ્યકારે કહ્યું હતું કે, મનુષ્યમાં બુદ્ધિ છે એ તમારી વાત હું માનું છું, પરંતુ એ જ્યારે ટોળામાં હોય છે ત્યારે એનામાં નથી હોતી, એ મારી વાત તમે માનો ! વોટ્સએપ ગુ્રપમાં આવતી મોટા ભાગની ઠોકમઠોક પોસ્ટ આ વાતની ટાપશી પુરનારી છે ખરેખર આપણે બુદ્ધિ વાપરીને માત્ર કામનું કે ઉપયોગી જ શેર કરીએ તો પોણા ભાગના ફાલતુ ફોરવર્ડ બંધ થઈ જાય એમ છે. પણ એવું થશે નહિ કારણ કે ઘણી વ્યક્તિઓ પાસે કરવા જેવું બીજું કંઈ નથી અને બીજા કેટલાક અમે રહી જઈશુંના ડર ('ફીઅર ઓફ લેફ્ટ આઉટ')માં પોસ્ટ કરે જવાના. હા, આખી'ય વાતમાં પોઝીટીવ એ પણ છે કે ઘણી પોસ્ટ ઉપયોગી હોય છે. તમારા વિચારોને કૈંક નવીનતા આપનારી હોય છે. ચહેરા ઉપર હાસ્ય લાવનારી હોય છે અને કદાચ એટલે જ ફાલતુ ફોરવર્ડ સહન કરીને પણ લોકો ગુ્રપમાં જોડાયેલા હોય છે.
મૂળ મુદ્દો એ છે કે આપણી સાથે રહેલા આપણા અંગત લોકો સાથે વાતચીત કરવાને બદલે આજુબાજુના મઝાના વાતાવરણની મસ્તી માણવાને બદલે કોઈને આપણી જરૃર હોય એવી સંવેદનશીલ પળોમાં જો આપણે મોબાઇલ ઉપર લટકેલા રહીએ તો ચોક્કસ જાતને પ્રશ્ન પૂછવો કે 'યે કુછ જ્યાદા નહીં હો ગયા ?' આજે જ બનેલી એક ઘટનાનું ઉદાહરણ મારે આપવું છે - ડીપ્રેશનથી પીડાતા એક બેન રડતા રડતા તેમની હિસ્ટ્રી જણાવી રહ્યા હતા અને એ જ સમયે તેમની સાથે આવેલી યુવાન દીકરી મોબાઇલમાં વ્યસ્ત હતી. મારાથી રહેવાયું નહીં એટલે મેં તેને કહ્યું, 'તારી મા આટલી બધી પીડામાં છે. આત્મહત્યાના વિચારોની વાત કરે છે અને તું મઝાથી ફોન પર વળગેલી છું એના પ્રત્યે કોઈ સંવેદના લાગણી ખરી !' તેના હાવભાવ પરથી મને એટલું ખબર પડી કે તેને મારી આ વાત ના ગમી. એવું નથી કે વિદેશમાં લોકોને મોબાઇલનું વ્યસન નથી હોતું પરંતુ અમુક શિસ્ત એ લોકો હંમેશા જાળવે છે અને તે આપણે શીખવા જેવું છે. હવે જ્યારે મોબાઇલ હાથમાં પકડો ત્યારે બુદ્ધિને તાળું ના મારતા. સાધન મઝાનું છે, અગત્યનું છે, અત્યંત ઉપયોગી છે પરંતુ યાદ રાખજો સોનાની કટારી કમર પર બંધાય, કાળજામાં ના ખોપી દેવાય !

No comments:
Post a Comment