Wednesday, 13 July 2016

Gazal box...

આખી દુનિયામાં બિચારાં એક તું ને એક
હું,

એક બીજાના સહારા એક તું ને એક હું.

જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ,
એ નદીના બે કિનારા એક તું ને એક હું.

ચાંદસૂરજને ય ઈર્ષા થાય છે જેની કદી,
બે જ છે એવા સિતારા એક તું ને એક હું.

એકબીજાની તરફ ઢળીએ છતાં મળીએ
નહીં,
ઝૂલતા એવા મિનારા એક તું ને એક હું.

બાગ એક જ, વાસ એક જ, રંગ એક જ, એ છતાં,
નોખેનોખા ફૂલાક્યારા એક તું ને એક હું.

બાકીની બેફામની ગઝલો રે કે ન રહે,
રહી જશે બે શેઅર સારા એક તું ને એક હું.
         -બેફામ



🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



બસ એટલી સમજ મને પરવરદિગાર દે
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
-મરીઝ



🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


जमीन जल चुकी है आसमान बाकी है,
दरख्तों तुम्हारा इम्तहान बाकी है...!

वो जो खेतों की मेढ़ों पर उदास बैठे हैं,
उन्हीं की आँखों में अब तक ईमान बाकी है..!!

बादलों अब तो बरस जाओ सूखी जमीनों पर,

किसी का मकान गिरवी है और किसी का लगान बाकी है...!!!


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


कठ-पुतली है या जीवन है;
जीते जाओ सोचो मत,

सोच से ही सारी उलझन है;
जीते जाओ सोचो मत,

घूम रहे हैं बाज़ारों में;
सरमायों के आतिश-दान,

किस भट्टी में कौन ईंधन है,
जीते जाओ सोचो मत..


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

સપનામાં આવે છે મીરાં ,
ભક્તિ ફરી લાવે છે મીરાં .

રાખી ગીતોમાં કૃષ્ણને ,
એ રાસ રચાવે છે મીરાં .

મોઢે  મૂકે  ઝેર કટોરો ,
કૈ અમૃત પચાવે છે મીરાં .

શું ભગવા કપડાં ધારીને ?
એ મૌન સજાવે છે મીરાં .

પ્રાણ પ્યારા ગિરધરને તે ,
પ્રેમ  રસ  ગણાવે  છે  મીરાં .

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment