Sunday, 3 July 2016

Gujrati sayri

હસતી આંખો એ શરુ થયેલો પ્રેમ...!!!
હમેશા રડતી આંખો એજ કેમ પૂરો થાય છે.......??????




વરસાદ ને જાણે રાજકારણનો રંગ લાગી ગયો,
ખાલી ફોટા પડાવીને જોને કેવો ભાગી ગયો...




પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,
ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે .




હું , તું ને વરસાદ, પ્રસંગ જો આવો મળે,
જીંદગીને જીંદગી કહેવાનો લ્હાવો મળે .



 તેઓ કહે છે તું આટલું લોકો ના દિલ માં કેમ નો છવાયો
હવે કોણ એમને સમજાવે અહી પહોચતા હું કેટલું ઘવાયો



 "કોઈ ની જોડે સંબંધ સાત મહીના નો હોય કે સાત દિવસ નો પણ જો,
લાગણી થી બંધાઈ જવાય તો સાત ભવમાં પણ નથી ભુલી શકતા..



સન્માન કેવુ પામશો મૃત્યુ પછી રવિ ઈ તમાશો જોવા ખુદ ને ગૂજરી જવું પડે છે. ..




ખડખડાટ હાસ્યમા પણ...
મુક મૌન લઈને બેઠો છુ,
મૌત પાસે જ જિંદગીની....
હું લોન લઈને બેઠો છુ...




"પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે
 પણ,
સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે!




મિત્ર એડા કિજીયે જેવા કુવા ના કોષ પછાડ્યા પાણી દિયે અને રૂદે નો લાવે રોષ




એક તારા નામ નો નિબંધ જે હું મન મુકી ને લખું છું.....
બાકી દરેક સવાલ ના જવાબ હું ક્યાં આપું છું....




શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

No comments:

Post a Comment