Sunday, 3 July 2016

"Mahi"

સાબિત તો કરીશ મારો પ્રેમ,
 જ્યારે તું મને તરછોડી જશે....
નહી હોય તારી સાથે કોઈ ,
જ્યારે તું મને દફનાવી જશે....


 સાચો સાથી તો તારી યાદ બની....
કેટલીયે કોશિશ કરી ભૂલવાની પણ ....
તારી તસવીર એટલી ગાઢ બની....
~માહી



 રંગે રંગે.... તારા તોડેલા વાયદા યાદ આવે છે...
લગાવે છે જો કોઈ રંગ ... હાથ તારો ફરી આવે છે...
સમય છે... હજુ... આવીને રંગી જા તારા રંગ માં..
કેમકે હવે જ્યાં જોઊ ત્યાં તારી છબી ઉપસી આવે છે..
~માહી




 તારા નામ થી જ એટલી તકલીફ પડે છે...કે...
જો ભૂલથી પણ કોઈ નામ લેય તારુ...
જીગર માં ફાળ  પડે બાપ...
~માહી



 ચાંદ ની ખ્વાહીશ રાખવા કરતા...
અરીસા ને પસંદ કરી લો એ વધુ સારુ...
કમસેકમ ચાંદ ને નજીક તો પામી શકશો...
~માહી




 કોણ જાણે શું થયું છે...
ચાંદ ની ચાંદની કરતા...
"માહી" એમાં રહેલા દાગ ની ચર્ચા વધુ થાય છે...





 કાન્હા નો જીવ હતી મીરા...
જો ના હોત મીરા તો ના હોત કનૈયા નું પ્રમાણ..
એટલે "માહી" ઝેર ના કટોરા કનૈયા એ પીવા પડ્યા...






 તારો છું એટલો જ કાફી છું...
મને બીજા માટે અમાનત ના મુકીશ...
તારા વગર આ "માહી" ના હ્રદય ને કોઈ સાચવી શકે એમ નથી...





 કહેવાય છે..
વેદના ના વીસરી જવી...
પણ "માહી" એમની સાથે વિતાવેલ દરેક મીઠા પળ વેદના આપે એનું શું?









મને હજુ શાકમાં સ્વાદ જેટલું મીઠું ઉમેરતા નથી આવડતુ...
અને "માહી" તમે પ્રેમ માં લાગણીઓ નો સ્વાદ ઉમેરવાની વાત




 કેમ વીસરુ...
તારા એ આલીંગન ને...
જગ આખું વિરોધી હતું ને...
ભરી મહેફીલ માં તે મને પોતાનો કહ્યો...
~માહી




 જોડી ને બે હાથ પ્રણામ કરુ પ્રભુ તને...
છોડી ને જગત નો સાથ કરુ વિનંતી તને...
બની ને રહે જે ફક્ત મારુ પ્રભુ એવુ આપ મને...
~માહી



 દરેક શાયરી , ગઝલ કે ગીત માં...
હંમેશ તારુ જ રટણ હોય છે...
તું ના સમજે એ મારુ નસીબ છે...
પણ એના લીધે કેટલાય મારે કરીબ છે...
~માહી




 કદર તો ખાલી જગ્યા ની જ થાય...
પૂરાયા પછી એની અવગણના જ થાય...
~માહી

No comments:

Post a Comment