Monday, 11 July 2016

Gujrati sayari

 "જીવનમાં તોફાન આવે તે
પણ જરૂરી છે ખબર તો પડે,
કોણ હાથ છોડાવીને ભાગે છે,
ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે.

......................................................

 કહી દો પેલા કાળા કાળા વાદળને વરસી બતાવે,
છે ધરા-ગગન નો અમરપ્રેમ સાબિત કરી બતાવે...

......................................................

મારી પાસે તો બસ તારી યાદોજ છે.
સાચી જીદંગી તો એને મુબારક છે જેની પાસે તુ છે...!!

......................................................

 ફળી છે જે જે આશા,તેના મેં અંજામ જોયા છે,
હવે કાંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી.

......................................................

જેટલી વધારે લાગણી આપણે બતાવીએ છીયે .. એટલું જ એ ને કદર ઓછી થાતી જાય છે.. કડવું છે પણ સત્ય પણ છે.. લાગણી જેને હોતી જ નથી એને કોઈ પણ શબ્દ નહીં સમજવી શકે..

......................................................

કોઈને ચાહો તો એ રીતે ચાહો કે ભલે એ કોઈ બીજાના થઈ જાય,
પણ આખી જીંદગી એમને આપણી કમી નો અહેસાસ રહે.....

......................................................

હૂ તને કેટલુ ચાહુ છું
એનો
હિસાબ કયારેય ન માગીશ
કારણ કે
તને પ્રેમ નો કોરો ચેક આપ્યા
બાદ
હવે મારા ખાતામાં કઈ જ નથી.

......................................................

અમારા થી આટલો અનુબંધ રાખજો,
નફરત કરો કે પ્રેમ,
સંબંધ જરૂર રાખજો....

......................................................

થયા છે એકઠા પાછા
ફરી શ્વાસોના સોદાગર
ફરી રસ્તા ઉપર લીલામ
કોની જિંદગીનું છે ?

......................................................

દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો;
શમણામાં પણ હવે ન મુલાકાત થઇ શકે,
ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો...
-હરીન્દ્ર દવે

......................................................

 અમે તો શબ્દો ના શોખીન છીએ સાહેબ ,
આમ ધડી બે ધડી ની દિલ ની  રમત અમને ન ફાવે ...!!
દિલ તમારૂ હશે દરિયા જેવુ તો શુ  ફેર પડે  છે ??
અમે પણ નાનકડી નદી થી ઓછા નથી....!!

......................................................

 ઓછી મુલાકાત થાય છે,
શું વાત છે ?
તારી રૂચી મા ન રહો, કાઈ નહિ,
સૂચી મા તો મને રાખ..!!

......................................................

 સંબંધોનું અંદાજપત્ર
કંઇક અલગ હોય છે..
માંગણીઓ કરપાત્ર ને
લાગણીઓ કરમુક્ત હોય છે..!!

......................................................

આ સાંજ પણ તને જ મળવા માટે વલખા મારતી હોય છે,
જા..જા... કહીને આખો દિવસ સુરજ ને ધક્કા મારતી હોય છે...

......................................................

 ધબકે છે આ હૃદય તો જરૂર કોઈક નું આકર્ષણ હશે, નથી માનતાં લાગણી નાં બંધન માં તો કોનું એ ગુરુત્વાકર્ષણ

......................................................

 પગ માં ખુંચેલા કાંટા એ તો બતાવ્યું..
  કે સાહેબ...
આ ગલી મા જરુર ગુલાબ છે..!!

......................................................

No comments:

Post a Comment