Saturday, 9 July 2016

Prem Etalee??!!....

પ્રેમ એટલે...
જેમ
નદી પોતાના
હું ને
ભૂલી
સાગરમાં
ઓગળી જાય છે
બસ એમજ
મારું મારા
હું ને
તારા જગતમાં
ઓગાળવું.

......................................................

 પ્રેમ એટલે...
તારી ને મારી
સંવેદનાઓ
પરાકાષ્ઠાએ
પહોંચે અને
તું "તું" ના રહે
ને
હું "હું" ના રહું.....
એકાકાર બની
જઈએ
તે એટલે પ્રેમ.

......................................................

 પ્રેમ એટલે...
તોફાને ચડેલા
જીવનના
ભવસાગરમાં
હિંમતની સઢ
બનીને
જીવન નૌકાને
કિનારે પહોચાડવી...

......................................................

પ્રેમ એટલે...
આંખોની
સામે દેખાય
એ નહી..
કાનોમાં
મીઠું ગુંજન થાય
એ પણ નહી..
પ્રેમ એટલે
હ્રદયમાં
કોઇ એકના માટે
નીતરતી,
અનુભવાતી
લાગણીઓ...

......................................................

પ્રેમ એટલે...
તારા
બંધ હોઠે
મારા કાનમાં
થતું મીઠું ગુંજન
ને મારી
બંધ આંખોમાં
રમતું તારું
આલિંગન..

......................................................

પ્રેમ એટલે...
મારા
વાણી
વિચાર
ને
વર્તનમાં
તારું
વસવું...

......................................................

પ્રેમ એટલે...
તને મારા
માટે ગમતી
એક વાતને
પુરી કરવા
રાતને દિવસ
મારો અથાગ
પ્રયત્ન..

......................................................

પ્રેમ એટલે...
મનની
બંજર પડેલી
લાગણીઓમાં
તને જોતાજ
નવી
લાગણીઓની
કુંપળોનું
બહાર આવવું...

......................................................

પ્રેમ એટલે...
કોઇ પણ
જાતના
નિયમો કે
બાંહેધરી વિના
કરવામા
આવતો કરાર
વિનાનો
દસ્તાવેજ.

No comments:

Post a Comment