Wednesday, 6 July 2016

Chinu modi

શ્વાસનો આ ગંજીપો,
ક્યાં સુધી એને ચીપો ?

મોરનો અવતાર છું,
પ્યાસ મારી ના છીપો.

મોતી માટે ડૂબકી,
તટ ઉપર મળશે છીપો.

આટલાં અંધારમાં,
શબ્દના તેજે દીપો.

ચીજ સોનાની છું હું,
ઘણ લઈને ના ટીપો.

–ચિનુ મોદી

No comments:

Post a Comment