Monday, 11 July 2016

Gujrati gazals

જાત બરફની પાણીથી વીછળવા લાગ્યો;
મન મૂકીને એમ કોઈમાં ભળવા લાગ્યો.

ખડક યાદનો ધીમે ધીમે ગળવા લાગ્યો;
એક ઓરડો ઓચિંતો ઝળહળવા લાગ્યો.

સૂરજ સામે આંખ લડાવી ઊભો ત્યાં તો,
સૂરજ જેવો સૂરજ પળમાં ઢળવા લાગ્યો.

ભીંતો સરવા કાન કરીને સાંભળતી ગઈ,
બંધ બારણે હું જ મને જ્યાં મળવા લાગ્યો.

હાથવેંતમાં છેટી રહી ગઈ સહુ ઇચ્છાઓ,
મારો રસ્તો મારા પગથી વળવા લાગ્યો

~અશોક ચાવડા ‘બેદિલ’

......................................................




 સાવ અંગત એક સરનામું મળ્યું

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.



......................................................


ભરપૂર મોસમ મોકલ
છલોછલ મોસમ મોકલ
સંતાડી ને લઇ જા ગરમીને
ઋતુઓ ની રાણી મોકલ

ઝરમર ઝરમર પોરાં મોકલ
ભીના પવન ના ઝોંકા મોકલ
જીવ રૂંધાય છે આ લહાય માં
માટી ની મીઠી મહેક મોકલ

લીલીછમ લીલોતરી મોકલ
સાવન ની કંકોત્રી મોકલ
કોરા કટ આકાશ ને ઢાંક
વાદળો ની ભરમાર મોકલ

ત્રાંસો મીઠો વરસાદ મોકલ
સહુથી પાવન પરસાદ મોકલ
ઉતારું આરતી મેહુલા ની
ગડગડાતી નો સાદ મોકલ...


......................................................


ना हसी आजे शक्या पाछा अमे….
ना रडी आजे शक्या पाछा तमे….

रोज राती वादळी गाज्या करे…
ना पडी आजे शक्या पाछा अमे…

ने हवाने शुं हवा वाती हशे ?
ना हली आजे शक्या पाछा तमे…

कोनुं छे आ नामु बाकी याद कर..
ना भरी आजे शक्या पाछा अमे…

नामना तारी भुलाशे आ ज तो…
ना खसी आजे शक्या पाछा तमे…

रोज तारी जातने पूछो तमे….
ना सही आजे शक्या पाछा अमे….!!

No comments:

Post a Comment