Tuesday, 5 July 2016

Gujrati quotes

કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઇ ગયા છે લોકો,
જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે.




કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે
પણ
લોહી તો સીધું જ પીતા હોય છે.




પ્રેમ ની કોઈ ભાષા ના હોય…!
એતો શહેર માં થાય તો લવ કેવાય…
ને ગોમ માં થાય તો લફરું કેવાય…!



દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે,
કાં તો હૃદય ના, કાં તો આંખો ના.




ડરી ને આકાશ તરફ એ રીતે જુવે છે લોકો,
કે જાણે ભગવાન જમીન પર છે જ નઈ.




ખરેખર ભવિષ્ય હોતું જ નથી,
આપણે તેનું નિર્માણ કરવું પડે છે.




ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી,
અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી.




એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો….રસ્તો તરત આપી દેવો,
બંનેમાં માણસ જીંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે




તમારા બાળકને તમારો ધર્મ જરૂર શીખવાડો
પણ કોઈના ધર્મનો વિરોધ કરતા નહિ.




મને મુશળધાર જ ગમે છે ભલે ને એ પછી
વરસાદ હોય કે પ્રેમ હોય કે વેદના.
સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે




પાણી અને પ્રેમ આપમેળે જ રસ્તો કરી લે છે




આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની
મળે તો છલકે અને ન મળે તો પણ છલકે.




સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે
એક દિવસ તને માંગી ને જોઇશ.




મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.




સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે




જો છૂટા પડ્યા નું દુઃખ ના થાય,
તો સમજવું કે તો જોડાયા જ નહોતા.




હીંબકા ભરી-ભરીને રોયા મારા ભાઇબંધ,
મેં તો ખાલી એટલું જ પુછયુ’તુ કે ‘ભાભી સાચવે તો છે ને ?




તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.

No comments:

Post a Comment